________________
[ ૧૦૪]
શ્રી નદી સૂત્ર
થવાનું નિમિત્ત ભગવાનના મુખ્ય વચનો જ હોય છે. વગોગાસુયં વડલેસ - ગાથાના આ ચરણમાં લિપિદોષથી કે ગેરસમજથી જુદાજુદા પાઠ મળે છે અને તેના કારણે સુત્રાર્થ અને તાત્પર્યાર્થ કરવામાં પણ ભિન્નતા દેખાય છે છતાં પ્રસ્તુત પ્રકરણમાં તેલ શબ્દના સ્થાને સં શબ્દ સ્વીકાર કરીને સરળ સુગમ અર્થ કરવામાં આવ્યો છે કે કેવળજ્ઞાનથી જાણીને તીર્થકર પ્રભુ જે પ્રજ્ઞાપના યોગ્ય હોય તેની પ્રરૂપણા કરે છે. તેઓશ્રીનો સં = સમસ્ત સંપૂર્ણ વચનયોગ શ્રોતાઓને માટે શ્રુતરૂપ થઈ જાય છે.
અહીં અર્ધમાગધી ભાષા અને ગાથાના કારણે અસં ના અ નો લોપ થઈ જવાથી પણ પાઠભેદ થઈ ગયો હોય એવી શક્યતા છે. પાઠભેદની માહિતી માટે લાડનૂથી પ્રકાશિત નંદી સૂત્રનું અવલોકન કરવું જોઈએ.
. કેવળજ્ઞાન સંપૂર્ણ છે.