________________
ત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા). માતુશ્રી કોકીલાબેન મૂલરાજ ઢાંકી
સૌ. હીનાબેન અંજલભાઈ ઢાંકી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પોરબંદર જેવી પાવન ભૂમિ જેમનું મૂળ વતન છે, ગાંધીજીની જેમ ન્યાય - નીતિ, જીવ માત્ર પ્રત્યે સમભાવ અને સત્યનો આગ્રહ જેવા સદ્દગુણો જેનો વૈભવ છે, ગુરુ ભક્તિ અને ગુર્વાજ્ઞા પાલન, એ જ જેના જીવનનો આનંદ છે. તેવા શ્રી અંજલભાઇ કુલદીપક બની ઢાંકી પરિવારનું ગૌરવ વધારી રહ્યા છે.
માતુશ્રી કોકીલાબેન અને પિતાશ્રી મૂલરાજ હરકીશનદાસ ઢાંકી, આ દંપતીએ આદર્શ ગૃહસ્થ જીવન જીવતાં, પૂર્વકૃત પુણ્યકર્મને ભોગવતા પરિવારમાં ધર્મ સંસ્કારનું સિંચન કર્યુ છે.
શાસન અરૂણેદય પૂ.ગુરુદેવનમ્રમુનિ મ.સા.ના સમાગમે આ પરિવારની જીવન દિશા પરિવર્તન પામી છે. હવે કેવળ ભૌતિક સુખનો આનંદ જ નહીં પરંતુ પરોપકાર અને પારમાર્થિક પ્રવૃત્તિઓ કરી મનુષ્ય જીવનને સફળ બનાવવું, તે તેઓનું ધ્યય બની ગયું છે.
સૌ. હીનાબેન. શ્રી અંજલભાઇની પ્રત્યેક પ્રવૃત્તિમાં તન, મનથી સહયોગી બની રહ્યા છે. સુપુત્ર સમકિત અને સુપુત્રી વિરતિ પણ ‘યથા નામ તથા ગુણા' ઉકિત અનુસાર ધર્મશ્રદ્ધા અને ત્યાગમાર્ગના સંસ્કાર પામી રહ્યા છે.
પુણ્યવાન ઢાંકી પરિવાર પૂ.ગુરુદેવના પ્રત્યેક મિશનમાં તન-મન-ધનથી હંમેશાં યોગદાન આપી રહ્યા છે. પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના ૩૯ મા જન્મદિને જિનશાસનની અનુપમ સેવા રૂપ આગમ પ્રકાશન કાર્યમાં આગમના શ્રુતાધાર બની ગુરુભક્તિથી પ્રેરિત થઈને શ્રુતભક્તિ કરી રહ્યા છે,
તેઓની શ્રુતભક્તિ, તેઓને ભવ ભવાંતરમાં પણ જિનશાસન અને સદ્દગુરુનો સંયોગ પ્રાપ્ત કરાવે અને શ્રેષ્ઠ સંયોગો પામી તેઓ અંતિમ લક્ષ્યને સિદ્ધ કરે એ જ મંગલ
ભાવના.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM