________________
| ૬૨ |
શ્રી નંદી સૂત્ર
ભાવાર્થ :- જે અવધિજ્ઞાન ક્ષેત્રથી એક હાથ પ્રમાણ હોય તે કાળથી એક મુહૂર્તથી કંઈક ન્યૂન હોય છે. જે ક્ષેત્રથી એક ગાઉ હોય છે, તે કાળથી કંઈક ન્યૂન એક દિવસ હોય છે. જે ક્ષેત્રથી એક યોજન પ્રમાણ હોય તે કાળથી અનેક દિવસ પ્રમાણ હોય છે. જે ક્ષેત્રથી પચ્ચીસ યોજન પ્રમાણ હોય છે તે કાળથી કિંચિત્ જૂન પક્ષ – પંદર દિવસ સુધી હોય છે.
भरहम्मि अद्धमासो, जंबुद्दीवम्मि साहिओ मासो ।
वासं च मणुयलोए, वासपुहुत्तं च रुयगम्मि ॥ શબ્દાર્થ :- પરમ = સંપૂર્ણ ભરતક્ષેત્ર પ્રમાણમાં, સનાતો = અર્ધમાસે, નવુવક = જબૂદ્વીપ પ્રમાણમાં, સદિઓ માણો = એક માસથી કંઈક અધિક, મyયજ્ઞોપ = મનુષ્યલોક પર્વતમાં, વાસં = એક વર્ષ, ગ્નિ = ચકક્ષેત્ર પર્વતમાં, વાસપૂર્વ = અનેક વર્ષ.
ભાવાર્થ :- જે અવધિજ્ઞાન ક્ષેત્રથી સંપૂર્ણ ભરતક્ષેત્ર પ્રમાણ હોય તે કાળથી અર્ધમાસ પ્રમાણ હોય છે. જે ક્ષેત્રથી બૂઢીપ પ્રમાણ હોય તે કાળથી એક માસથી કંઈક અધિક હોય છે. જે ક્ષેત્રથી મનુષ્યલોક પ્રમાણ હોય તે કાળથી એક વર્ષ પર્યત હોય છે. જે ક્ષેત્રથી રુચક દ્વીપ પર્યત હોય તે કાળથી અનેક વર્ષ હોય છે.
संखेज्जमि उ काले, दीवसमुद्दावि होति संखेज्जा ।
कालम्मि असंखेज्जे, दीव समुद्दा उ भइयव्वा ॥ શબ્દાર્થ – સંgs #ા = સંખ્યાત કાળમાં, ૩= તો, રીવલમુવિ = દ્વીપ સમુદ્રો પણ, હૃતિ = હોય છે, જેમ અ ન્ના = જે કાળથી અસંખ્યાત કાળ સુધી હોય તે ક્ષેત્રથી, હીંવસમુદી મથક્કા = વિકલ્પથી સંખ્યાત કે અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો પર્યત હોય છે.
ભાવાર્થ :- જે અવધિજ્ઞાન કાળથી સંખ્યાત કાળનું હોય તે ક્ષેત્રથી સંખ્યાત દ્વીપ સમુદ્ર પર્યતનું હોય છે. જે અવધિજ્ઞાન કાળથી અસંખ્યાત કાળ પ્રમાણ હોય તે ક્ષેત્રથી સંખ્યાત કે અસંખ્યાત દ્વીપ અને સમુદ્રની ભજનાવાળું હોય છે. અર્થાત્ દ્વીપસમુદ્ર ક્યારેક સંખ્યા પણ હોય અને ક્યારેક અસંખ્યાત પણ હોય છે.
१३
काले चउण्ह वुड्डी, कालो भइयव्वु खेत्तवुड्डीए ।
वुड्डीए दव्व-पज्जव, भइयव्वा खेत्त-काला उ ॥ શબ્દાર્થ :- @ાને = કાળની વૃદ્ધિ થવા પર, વડદ = દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયની, ગુણી = વૃદ્ધિ થાય છે, તેવફા = ક્ષેત્રની વૃદ્ધિ થવા પર, જેનો મચવું = કાળની વૃદ્ધિની ભજના છે, હળપwવ = દ્રવ્ય અને પર્યાયની, પુઠ્ઠી = વૃદ્ધિ થવા પર, હેરાના મળી = ક્ષેત્ર અને કાળ ની વૃદ્ધિમાં ભજના હોય છે, વૃદ્ધિ થાય અથવા ન પણ થાય.