________________
|
0
|
શ્રી નંદી સૂત્ર
ક્ષેત્રને રોકે છે. તે ત્રીજા સમયે તે શરીરની જે અવગાહના થાય છે, તેટલું જ અવધિજ્ઞાનનું જઘન્ય વિષયક્ષેત્ર હોય છે. ચોથા સમયમાં તે શરીર અપેક્ષાકૃત સ્કૂલ બની જાય છે માટે સૂત્રકારે ત્રીજા સમયના આહારક નિગોદના શરીરનો જ ઉલ્લેખ કરેલ છે.
આત્મા અસંખ્યાત પ્રદેશ છે. તે પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર કાર્પણ કાયયોગથી થાય છે. એ પ્રદેશો એટલા બધા સંકુચિત થઈ જાય છે કે તે સૂક્ષ્મ નિગોદ જીવના શરીરમાં પણ રહી શકે છે અને જ્યારે એ વિસ્તારને પામે છે ત્યારે પૂરા લોકાકાશને વ્યાપ્ત કરી શકે છે.
જ્યારે આત્મા કાર્મણ શરીરને છોડીને સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે ત્યારે તે પ્રદેશોમાં સંકોચ તથા વિસ્તાર થતો નથી કેમ કે કાશ્મણ શરીરના અભાવમાં કાર્મણ યોગ હોઈ શકે નહીં. આત્મ પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર શરીરધારી જીવોમાં થાય છે. બધાથી અધિક સંકોચ સૂક્ષ્મ શરીરી પનક જીવોમાં હોય છે અને સહુથી અધિક વિસ્તાર કેવળજ્ઞાનીને કેવળ સમુઘાતના સમયે હોય છે. અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર :
सव्वबहु अगणिजीवा, णिरंतरं जत्तियं भरिज्जंसु ।
खेत्तं सव्वदिसागं, परमोही खेत्त णिद्दिट्ठो ॥ શબ્દાર્થ :- સદ્ભવદુ = સર્વથી અધિક, ઉત્કૃષ્ટ, અભિનવ = અગ્નિના જીવોએ, સવ્વાલા = સર્વદિશાઓમાં, રિંતર = અનુક્રમથી, વરિય = જેટલું રહે = ક્ષેત્ર, મનસુ= અગ્નિથી ભર્યું હોય તેટલું, પરમોહી રવેર forદ્દો = પરમ અવધિજ્ઞાનનું ક્ષેત્ર બતાવેલ છે. ભાવાર્થ :- અગ્નિકાયના સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત સમસ્ત ઉત્કૃષ્ટ–સર્વાધિક જીવો સર્વ દિશાઓમાં નિરંતર ભરવાથી જેટલું ક્ષેત્ર પરિપૂર્ણ કરે છે તેટલું ક્ષેત્ર પરમાવધિજ્ઞાનનું બતાવેલ છે.
८
सव्वबह आ
વિવેચન :
ઉક્ત ગાથામાં સુત્રકારે અવધિજ્ઞાનનો ઉત્કૃષ્ટ વિષય બતાવેલ છે. પાંચ સ્થાવરમાં સર્વથી ઓછા જીવો તેઉકાયના છે કેમ કે અગ્નિકાયના જીવ સીમિત ક્ષેત્રમાં જ હોય છે. સૂક્ષ્મ અગ્નિકાય સંપૂર્ણ લોકમાં છે અને બાદર અગ્નિકાય અઢી કપ ક્ષેત્રમાં હોય છે.
તેઉકાયના જીવો ચાર પ્રકારના છે– (૧) અપર્યાપ્ત સૂક્ષ્મ (૨) પર્યાપ્ત સૂક્ષ્મ (૩) અપર્યાપ્ત બાદર (૪) પર્યાપ્ત બાદર. આ જીવોની ઉત્કૃષ્ટ સંખ્યા જે હોય તે જીવોમાંથી પ્રત્યેક જીવને તેની અવગાહના અનુસાર આકાશપ્રદેશો પર ક્રમશઃ ગોઠવતાં જેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય, તેટલો અવધિજ્ઞાનનો ઉત્કૃષ્ટ વિષય છે. આ રીતે અગ્નિકાયના જીવોને ગોઠવતાં સંપૂર્ણ લોકાકાશ તથા અલોકાકાશમાં પણ લોક જેવડા અસંખ્યાત ખંડો વ્યાપ્ત થાય છે. એ શ્રેણીને ચારે બાજુ ઘુમાવવામાં આવે તો તેની પરિધિમાં જેટલા લોકાકાશ અને અલોકાકાશનો સમાવેશ થશે. તેટલો વિષય પરમ અવધિજ્ઞાનનો છે.