________________
૪૮ ]
શ્રી નદી સૂત્ર
અહીં એક વાત વિશેષરૂપે ધ્યાન આકર્ષિત કરે છે કે પ્રત્યક્ષ કોને કહે છે? આ પ્રકારના પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકારે તેના ભેદો બતાવ્યા છે, તેનું કારણ શું? ઉત્તર એ છે કે– પ્રસ્તુતમાં પ્રત્યક્ષજ્ઞાનનું સ્વરૂપ બતાવવું એ જ પ્રશ્નનો અભીષ્ટ છે. કોઈ પણ વસ્તુનું સ્વરૂપ બતાવવા માટે અનેક પ્રકારની પદ્ધતિઓ હોય છે. ક્યાંક લક્ષણ દ્વારા, ક્યાંક તેના સ્વામી દ્વારા, ક્યાંક ક્ષેત્રાદિ દ્વારા અને ક્યાંક ભેદો દ્વારા વસ્તુનું સ્વરૂપ પ્રદર્શિત કરવામાં આવે છે. અહીં તથા આગળના અનેક સ્થાને ભેદો દ્વારા સ્વરૂપ પ્રદર્શિત કરવાની સૂત્રકારે શૈલી અપનાવી છે. આગમમાન્ય આ પરિપાટી છે. જેમ લક્ષણ દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજાવી શકાય છે તેમ ભેદો દ્વારા પણ વસ્તુનું સ્વરૂપ સમજાવી શકાય છે.
ઈન્દ્રિય પ્રત્યક્ષના પ્રકાર :| ४ से किं तं इंदिय पच्चक्खं ? इंदिय पच्चक्खं पंचविहं पण्णत्तं, तं जहा- सोइंदिय पच्चक्खं, चक्खिदिय पच्चक्खं, घाणिंदिय पच्चक्खं, रसणेदिय पच्चक्खं, फासिंदिय पच्चक्खं । से त्तं इंदिय पच्चक्खं । શબ્દાર્થ – તે લિંક પૃત્તાં ? = ઈન્દ્રિય પ્રત્યક્ષના કેટલા પ્રકાર છે?, શું પ્રવર પuત્ત = ઈન્દ્રિય પ્રત્યક્ષના પાંચ પ્રકાર છે, નહીં = જેમ કે, સોવિય પવનવું = શ્રોતેન્દ્રિય પ્રત્યક્ષ, લવિય પવ8 = ચક્ષુરિન્દ્રય પ્રત્યક્ષ, પાકિય પfe = ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ, નિતંબકિય પક્વવું = જિન્દ્રિય પ્રત્યક્ષ, પાલિંકિય પ્રવજવું = સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ, ને તે વિવું = આ રીતે ઈન્દ્રિય પ્રત્યક્ષનું વર્ણન છે. ભાવાર્થ :- પ્રશ્ન- ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનના પાંચ પ્રકાર છે– (૧) શ્રોતેન્દ્રિય પ્રત્યક્ષ (કાનથી થાય છે.) (૨) ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (આંખથી થાય છે.) (૩) ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (નાકથી થાય છે.) (૪) જિલ્વેન્દ્રિય પ્રત્યક્ષ (જીભથી થાય છે.) (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ (ત્વચાથી થાય છે.) આ પ્રમાણે ઈન્દ્રિય પ્રત્યક્ષનું વર્ણન જાણવું.
વિવેચન :
શ્રોતેન્દ્રિયનો વિષય શબ્દ છે. શબ્દ બે પ્રકારના હોય છે– (૧) ધ્વન્યાત્મક (૨) વર્ણાત્મક. આ બન્નેથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. ચક્ષુનો વિષય રૂપ છે, ઘ્રાણેન્દ્રિયનો વિષય ગંધ છે, રસેન્દ્રિયનો વિષય રસ છે અને સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ છે.
અહીં એક શંકા ઉત્પન્ન થાય છે– સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર આ ક્રમને છોડીને શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય ઈત્યાદિ ક્રમથી ઈન્દ્રિયોનો નિર્દેશ કેમ કર્યો છે?
ઉત્તર– એમાં બે કારણ છે. એક કારણ છે પૂર્વાનુપૂર્વી અને પશ્ચાદનુપૂર્વી દેખાડવાને માટે સૂત્રકારે ઉત્ક્રમની પદ્ધતિ અપનાવી છે. બીજું કારણ એ છે કે જે જીવમાં ક્ષયોપશમ અને પુણ્ય અધિક હોય તે