________________
| અધ્ય.-૧: ધ્રુમપુષ્યિકા
[ ૧૫ ]
વૃત્તિ કરે. સૂત્રમાં વૃક્ષનાં ફૂલોનું દાંત આપી, નિર્દોષ જીવન જીવવાની કલા કલાપની ક્રિયા બતાવી, સ્વરૂપમાં લીન થવા પ્રેરણા આપી છે. પાંચમી ગાથામાં પંચમ ગતિ પામવા પુરુષાર્થ કરવાનું સૂચન કર્યું છે– હે સાધક! તું પામર નથી તું પરમાત્મા છો; બુદ્ધ, જ્ઞાતા, જ્ઞાન, જ્ઞાયક, દષ્ટા, દર્શન, દેશ્યથી અભિન્ન એવો આત્મા છો; તેમ કહી સાધકની સાધુતા બિરદાવી છે. જૈન અણગાર કોઈનો ઓશિયાળો નથી. તે તો બાદશાહનો બાદશાહ, શહેનશાહનો શહેનશાહ છે. તેને કોઈ બંધનો નડતા નથી. તે તો રાત-દિવસ પોતામાં મસ્ત બની, આત્મ દ્રવ્યરૂપ વૃક્ષના અસંખ્યાત આત્મપ્રદેશરૂપ પ્રશાખાના પ્રગટેલા ગુણોરૂપી પુષ્પોનો પરાગ પીતો, કોઈ પ્રાણીના પ્રાણનો નાશ ન કરતો, પરમ પ્રાણને પામવાનો પુરુષાર્થ કરતો પરમાર્થ માર્ગ ઉપર વિચરે છે.
II અધ્યયન-૧ સંપૂર્ણ li