________________
| પરિશિષ્ટ-૩
| પ૭૩ |
(૪૧) સચિત્ત મીઠું, પૃથ્વી ખાર, માટી આદિ પૃથ્વીકાયના ચૂર્ણથી તેમજ વનસ્પતિના પિષ્ટ–ચૂર્ણ અને છોતરા
આદિથી હાથ વગેરે ખરડાયેલા હોય તેનાથી ભિક્ષા લેવી, તે લિપ્ત દોષ છે. (૪૨) દાતા પાણી કે આહાર કોઈપણ વસ્તુને વેરાતાં કે ઢોળતાં વહોરાવે, તે છર્દિત દોષ કહેવાય છે.
આવશ્યક સૂત્રના શ્રમણ સૂત્રમાં આવતા ગોચરી સંબંધી દોષો આ પ્રમાણે છે (૪૩) આજ્ઞા લીધા વગર અદ્ધ ખુલ્લા કે અંદરથી બંધ ન કરેલા દરવાજા ખોલીને ગોચરી માટે જવું, તે દોષ છે. (૪૪) ગોચરી માટે ભ્રમણ કરતા મુનિને કૂતરી કે બાલિકા અથવા સ્ત્રી વગેરેના સંઘટ્ટો થાય અને સાધ્વીને કૂતરા,
બાળક કે પુરુષ વગેરેનો સંઘટ્ટો થાય, તે દોષ છે. (૪૫) નિર્દોષ ખાદ્ય સામગ્રી સાધુને વહોરાવવા એક જગ્યાએ એકઠી કરીને રાખી હોય, અથવા જે આહાર કોઈને
દેવા માટે નિશ્ચિત્ત કરેલો હોય, તેમાંથી ભિક્ષા લેતાં દોષ થાય, તે મંડીપાહડિયા દોષ છે. (૪૬) શ્રાદ્ધ વગેરે પ્રસંગે સાધુને વહોરાવતાં પહેલાં પક્ષીઓ માટે ખાદ્ય પદાર્થને દિશાઓમાં ફેંકીને પછી વહોરાવે,
તે બલિ પાહુડિયા દોષ છે. (૪૭) ઉતાવળમાં કે ભૂલથી કોઈપણ અકલ્પનીય વસ્તુ વહોરાવી દે, તે સહસાકાર દોષ છે. (૪૮) દાતા નહીં દેખાતા સ્થાનથી પદાર્થ લાવીને વહોરાવે, તે અદષ્ટ આહત દોષ છે. (૪૯) આહારાદિ વહોરાવતા દાતા વચ્ચે કોઈ ચીજ ફેંકે, તેમજ આહાર વાપરતા સમયે કે આહાર કર્યા પછી મુનિ
કોઈ પદાર્થને અમનોજ્ઞ કે વધારે માત્રામાં હોવાથી પરહે તો તે પરિસ્થાનિકા દોષ છે. (૫૦) માંગી–માંગીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે અવભાસણ દોષ છે. [આ ૪૨ દોષ માંહેનો વનીમગ દોષ છે.]
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૧૭ અને અધ્ય. ર૬માં એષણા શુદ્ધિ માટે નીચેના સૂચનો છે. (૫૧) અન્ય ઘરોમાં ગોચરી ન જતાં સ્વજનોને ત્યાંથી જ ગોચરી કરે, તે દોષ છે. (પર) મુનિ છ કારણે આહાર કરે અને આહારની ગવેષણા કરે– (૧) સુધાવેદનીયના ઉપશમ માટે (૨)
આચાર્યાદિની સેવા માટે (૩) ઈર્ષા સમિતિના શોધન માટે (૪) સંયમ નિર્વાહ માટે (૫) દસ પ્રાણોને
ધારણ કરવા માટે (૬) ધર્મ ધ્યાનની વૃદ્ધિ માટે. (૫૩) મુનિ છ કારણે આહાર કરવાનું છોડી દે (૧) વિશિષ્ટ રોગાતક થાય ત્યારે (૨) ઉપસર્ગ આવે ત્યારે (૩)
બ્રહ્મચર્યની પાલના-સુરક્ષા માટે (૪) જીવ દયા માટે (૫) તપશ્ચર્યા કરવા માટે (૬) અનશન–સંથારો કરવા માટે આહારનો ત્યાગ કરે. આચારાંગ સૂત્ર શ્ર.-૨, અ.–૧માં એષણા શુદ્ધિ સંબંધી અનેકાનેક સૂચનો છે તે માંહેનું વિશેષ વિધાન આ
પ્રમાણે છે(૫૪) યાત્રા, મેળો, મહોત્સવ વગેરેમાં ભિક્ષાચરો માટેની દાનશાળામાંથી સામાન્ય રીતે જૈન શ્રમણો આહાર
લેતા નથી પરંતુ દાન દેવાય જાય અને ઘરના લોકો કે કર્મચારી જમવા બેસે ત્યારે ત્યાંથી ગોચરી લઈ શકાય
(૫૫) નિત્યદાન પિંડ, નિત્ય નિમંત્રણ પિંડ, બનેલા ભોજનનો અર્થોભાગ, ચોથાઈ ભાગ વગેરે જ્યાં દરરોજ
દાન દેવાતું હોય તેવા પ્રસિદ્ધ દાન કુલો(ઘરો)માંથી ભિક્ષા ગ્રહણ ન કરવી. (પ) લગ્ન નિમિત્તના ભોજન પ્રસંગે જ્યાં ત્યાં જનાકીર્ણતા હોય ત્યાં ગોચરી ન જવું.