________________
હોવાને લીધે પુસ્તકો જોતાં જ સહુને વાંચવાનું મન થાય તેવું છે અને આગમ પ્રત્યે અહોભાવ જાગે છે તથા મસ્તક ઝૂકી જાય છે. આગમને સુંદર રીતે મુદ્રણ કરી આપનાર નેહલભાઈને ધન્યવાદ.
મારી ભાવનાને સાકાર સ્વરૂપ આપવા ઉદાર દિલા રાજીબેન મૂલચંદ શાહના સુપુત્ર શ્રી જયંતભાઈ મૂળચંદ શાહ તેમના પુત્ર પીયૂષકુમાર વગેરે પરિવારને ધન્યવાદ આપું છું. તેઓશ્રીએ આગમના શ્રુતાધાર બની વિશિષ્ટયોગદાન આપ્યું છે. તેથી અનેકશઃ સાધુવાદને પાત્ર છે.
અમારો આ પ્રયત્ન પૂર્વાચાર્યોની અવિચ્છિન્ન પરંપરામાં એક કડી ઉમેરવાનો છે. પાંચમા આરાના અંત સુધી જિનશાસનને જયવંતુ બનાવવામાં આધારભૂત આ આગમનો સ્વાધ્યાય, ચિંતન, મનન મુમુક્ષુને સર્વ પ્રકારે સહાયક બને તેવી ભાવના સહ વિરામ..
ગ્રંથ લેખનમાં જિનાજ્ઞાથી વિપરીત પ્રરૂપણા થઈ હોય તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્....
પ. પૂ. ઉજમ ગુરુણીના સુશિષ્યા – ગુલાબબાઈ મ.
51