________________
ચૂલિકા-૧: રતિવાક્યા
૪૮૭
પરમેષ્ઠી પદમાં સ્થાન પામેલા સાધુ પણ કર્મના ઉદયે પદ ભ્રષ્ટ થઈ જાય તો દેવ, દાનવ કે સામાન્ય માનવ તો શું વિસતામાં? ઈન્દ્ર કે ઈન્દ્રાણી સામાન્ય દેવ કે દેવી ક્યારેક માનવીય ભોગની આસક્તિમાં દેવલોકનો ત્યાગ કરે છે. ક્યારેક ઈન્દ્ર પોતાની ઈન્દ્રાણી વગેરેને કોઈ ગુનાના કારણે દેવલોકમાંથી કાઢી મૂકે છે.
જ્ઞાતા સુત્રમાં વર્ણિત રયણાદેવી માનવ લોકમાં નિવાસ કરતી હતી. તે માનવની ભોગાસક્તિએ દેવલોકથી નિર્વાસિત હતી.
સંગમ દેવે નિરંતર છ મહિના ભગવાન મહાવીરને ઘોર કો આપ્યા ત્યારે ક્રોધિત થયેલા શક્રેન્દ્ર તેમને સદાને માટે દેવલોકથી કાઢી મૂક્યો હતો.
આ રીતે સૂત્રકારે ઇન્દ્રની પલાયન વૃત્તિ સાથે સાધુની પલાયનવૃત્તિને સમજાવી છે. અહીં સાધુના પલાયનમાં ભોગાંધતા છે અને ઈન્દ્રના પલાયનમાં ક્રોધાંધતા છે. ક્યારેક કોઈ સાધુ ક્રોધાંધતાથી સંયમનો ત્યાગ કરે છે અને કોઈ ઇન્દ્ર પણ ભોગાંધતાથી દેવલોકનો ત્યાગ કરે છે. તેમજ અન્ય કોઈ પણ આવેગમાં સ્થાનનો ત્યાગ કરે છે.
(૨) વેવા ય વૃથા કાળT:- સંયમ ત્યાગનારને પૂર્વની વંદનીયતા અને વર્તમાનની અવંદનીયતાના કારણે પરિતાપ થાય છે, તે પરિતાપને સૂત્રકારે ત્રીજી ગાથામાં દેવલોકની દેવીના પરિતાપથી ઉપમિત કર્યો છે. દેવલોક છોડીને મૃત્યુલોકમાં આવીને વસેલી દેવી કે ઇન્દ્રાણી, સમય જતાં દેવલોકના અસંખ્ય દેવોના સ્વામી ઈન્દ્રની મહારાણી અવસ્થાની ઋદ્ધિને સાહબીને યાદ કરી મૃત્યુલોકના ખુણામાં પડેલી પોતાની દશાનો વિચાર કરીને પરિતાપ પામે છે.
(૩) Rયા વ રત્ન પૂછમકો :- સંયમ છોડનારને ક્યારેક પૂર્વની પુજનીયતા અને પછીની અપુજનીયતાની મનમાં તુલના થાય ત્યારે તેને પરિતાપ થાય છે. સુત્રકારે તેને રાજભ્રષ્ટ રાજાના પરિતાપની ઉપમા દીધી છે. પરસ્પરના આક્રમણથી કે પોતાના અવગુણથી અથવા કોઈપણ કર્મ સંયોગે રાજ્ય ભ્રષ્ટ રાજા પોતાની પૂર્વ અવસ્થાની પૂજનીયતા યાદ આવતાં પરિતાપ પામે છે. જેમ કે પદ્મરથ ભોગાસક્તિથી, પરસ્ત્રી લંપટતાના કારણે રાજ્ય ગુમાવી દીધું હતું. (૪) ફિબ બ્લડે છૂકો – સંયમ છોડનારને જ્યારે પૂર્વની સન્માનિત દશા અને પછીની અસન્માનિત દશાના ભેદનો પરિતાપ થાય તે પરિતાપને સૂત્રકારે નાના ગામમાં મૂકાયેલા શ્રેષ્ઠીના પરિતાપથી ઉપમિત કર્યો છે. ક્યારેક કોઈ નગરશેઠના અક્ષમ્ય અપરાધના કારણે રાજા તેને રાજ્યમાંથી નિર્વાસિત કરે છે, દેશ નિકાલની સજા કરે છે. ક્યારે રાજધાનીમાંથી નાના ગામડામાં કાઢી મૂકે છે. તે શેઠ પોતાના શહેરી સન્માનને યાદ કરીને પરિતાપ પામે છે તેમ સંયમ છોડનારને પણ પરિતાપ થાય છે.
સંસારી પ્રાણી તે ભલેને દેવ હોય કે માનવ હોય તેઓ પ્રાયઃ 'અપ્રાપ્તપ્રિય' હોય છે. પોતાની પ્રાપ્ત અવસ્થામાં તેને સંતોષ રહેતો નથી. તેઓ અપ્રાપ્તની લાલચમાં પ્રાપ્તને પણ છોડી દે છે. પરિણામે દરેકને જુદી જુદી રીતે પશ્ચાત્તાપ થાય છે.