________________
અધ્ય.-૧૦: સ ભિક્ષ
૪૬૯
ત્યાગ કરે. લબ્ધિ, સંપત્તિ કે ગુણોને પામીને તેનો મદ કરવાથી ભવિષ્યમાં તે ભાવો પ્રાપ્ત થતા નથી. અભિમાની વ્યક્તિનો વિકાસ રુંધાઈ જાય છે સાથે જ તેના સંગ્રહિત કરેલા ગુણો પણ ધીરે ધીરે અવગુણોમાં બદલાઈ જાય છે. આ રીતે મદને આત્મપતનનું કારણ જાણી સાધુ તે સર્વ પ્રકારના મદનો ત્યાગ કરે, નમ્રભાવ કેળવી ધર્મધ્યાનમાં તલ્લીન રહે.
२०
સ્વ-પર તારક શ્રેષ્ઠ સાધુ :___ पवेयए अज्जपयं महामुणी, धम्मे ठिओ ठावयइ परं पि ।
णिक्खम्म वज्जेज्ज कुसीललिंग, ण यावि हासंकुहए जे स भिक्खू ॥ છાયાનુવાદઃ પ્રવેત્ આર્યપ મહામુનિ, ધ સ્થિતઃ સ્થાપતિ પરમાર
निष्क्रम्य वर्जयेत् कुशीललिङ्गं, न चापि हास्यं कुहको यः स भिक्षुः ॥ શબ્દાર્થ - મહામુળ = મહામુનિ અન્નપN = જિનવચન, આર્ય પદ, શુદ્ધ ઉપદેશ, ધર્મોપદેશ પયા = પ્રરૂપણા કરે છે, કહે છે ને = સ્વયં ધર્મમાંહિ = સ્થિત થઈને પર પિ = બીજાને પણ ઢાવયક્ = સ્થાપિત કરે છે, જોડે છે, સ્થિર કરે છે fo@ષ્ણ = નિષ્ક્રમણ કરીને, સંયમ ગ્રહણ કરીને, સંસારથી નીકળીને સીલિi = શિથિલાચાર વજ્ઞિw = છોડી દે છે હાસં = હાસ્યને કરનારી
= કુચેષ્ટાઓ ન = કરતો નથી.
ભાવાર્થ - જે મહામુનિ જિનેશ્વર ભાષિત તત્ત્વોની પ્રરૂપણા કરે છે અર્થાત્ સદ્ધર્મનો ઉપદેશ આપે છે; પોતે ધર્મમાં સ્થિર રહીને બીજાને પણ સ્થિર કરે છે; સંયમ ગ્રહણ કરીને ક્યારે ય શિથિલાચારનું સેવન કરે નહીં અને હાંસી મજાક ઉત્પન્ન કરનારી કુચેષ્ટા પણ કરે નહીં, તે શ્રેષ્ઠ સાધુ છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં શ્રમણોને જિનશાસનની પ્રભાવના માટે અર્થાત્ લોકોને ધર્મમાં જોડવા માટે ધર્મોપદેશ દેવાનો ભાર સોંપવામાં આવ્યો છે. તેમજ પોતાની સંયમ સાધનાના નાના કે મોટા સર્વ નિયમોને અચૂક પાળવાનો સંદેશ પણ સૂચિત કર્યો છે.
ગાથા ૧૮–૧૯માં પરદષ્ટિથી ઉપર ઊઠી, આત્મરમણ કરતાં જગતજીવો પ્રત્યે ઉદાસીન થઈ વીતરાગ દશા સન્મુખ થવાની પ્રેરણા છે, જ્યારે આ ગાથામાં પર કલ્યાણ માટે પરોપદેશના વિચાર અને લક્ષ્ય રાખવાની પ્રેરણા છે. આ બંને આદેશ સાપેક્ષ છે. સાધક સંયમ સાધનામાં જેમ જેમ દઢ થતો જાય, તેમ તેમ જગજીવો પ્રતિ તેનો કરુણાભાવવિકસિત થાય છે. તેથી સર્વ જીવોને ધર્મ માર્ગમાં સ્થિર કરવા તે સહજ રીતે ઉપદેશ આપે છે. ધર્મોપદેશ આપવો અને શાસન પ્રભાવના કરવી તે સાધુ જીવનનું એક મુખ્ય અંગ છે. તેના દ્વારા મુનિને કર્મોની નિર્જરા થાય છે.