________________
અધ્ય.-૧૦ઃ સ ભિક્ષ
૪૬૭ |
છાયાનુવાદઃ ન ગારિકત્તો ન જ પત્ત, ન મમત્તો ઋતેન મત્ત: |
मदान् सर्वान् विवर्ण्य, धर्मध्यानरतो यः स भिक्षुः ॥ શબ્દાર્થ –ા નાફત્તે = જાતિનો મદ કરે નહિ જ ય રવમત્તે = રૂપનો મદ કરે નહિ જ ગુણ જ મને શ્રુતનો મદ કરે નહિ સવ્વાણ = સર્વ પ્રકારના મથાપિ = મદોને, અહંકારોને વિવશ્વત્તા = છોડી દઈને ધમ્માણ ૨૫ = ધર્મધ્યાનમાં રત રહે છે.
ભાવાર્થ:- જે જાતિ, રૂપ, લાભ, જ્ઞાન આદિનો મદ કરે નહિ, સર્વ પ્રકારના મદોને છોડી ધર્મ ધ્યાનમાં લીન રહે છે તે શ્રેષ્ઠ સાધુ છે.
વિવેચન :
આ અધ્યયનની ૧ થી ૧૭ સુધીની ગાથાઓમાં શ્રેષ્ઠ સાધુના એક એકથી ચઢિયાતા ગુણોનું પ્રેરણાત્મક કથન છે. જ્યારે પ્રસ્તુત ગાથાઓમાં તેને શ્રેષ્ઠ સાધુ કહેવા સાથે ટકોર કરવા રૂપે નિરૂપણ છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે સાધક જ્યારે સાધના દ્વારા અનેક આદર્શ ગુણોની આરાધનામાં સફળ થઈ જાય, તો પણ સર્વ સાધનાની ટોચે પહોંચેલા તે સાધકમાં ક્યારે ય સ્વની પ્રશંસા અને પરની અપકર્ષતા(હીનતા) અર્થાત્ આપસ્થાપના અને પરઉત્થાપના કરવાની વૃત્તિ જાગે નહીં અને તે સર્વોચ્ચ ગુણિયલ સાધક દ્વારા જાણે-અજાણે પણ આવી પ્રવૃત્તિ થઈ ન જાય, તે સમજાવવા માટે શાસ્ત્રકારે અહીં ભિન્ન ક્રમ સ્વીકાર્યો છે, અર્થાત્ અઢારમી ગાથામાં પરાપકર્ષનુંનિષેધ કરતું સૂચન કે માર્ગદર્શન આપી, પછી ઓગણીસમી ગાથામાં સ્વોત્કર્ષના નિષેધ માટે જાતિ આદિ સર્વ પ્રકારના મદ નહીં કરવાનું સૂચન કર્યું છે.
માન કષાયની પ્રબળતા બે પ્રકારે પ્રગટ થાય છે. આત્મોત્કર્ષ–આત્મપ્રશંસા અને પરનિંદા. અભિમાનના નિમિત્તભૂત જાતિ આદિ આઠ પ્રકારની ઉત્તમતા પ્રાપ્ત થતાં અભિમાન ઉત્પન્ન થાય અને અભિમાનના કારણે સાધક આત્મપ્રશંસા કરે અને આત્મપ્રશંસાની સાથે તેનામાં પરનિંદાનો ભાવ સહજ રીતે આવી જાય. પરનિંદાના ભાવથી તે અન્યને 'આ કુશીલ છે. તેવા અપ્રિય કે પીડાકારી વચનો પણ કહે; આ રીતે સાધકમાં બંને દોષોનું સર્જન થાય છે. માટે જે સાધક આત્મપ્રશંસા અને પરનિંદા રૂપ બંને પ્રકારે માન કષાયનો ત્યાગ કરે તે જ સંયમ જીવનની શ્રેષ્ઠતાને પામી શકે છે. જ પરં કફજ્ઞાતિ મયં સને – પૂર્વ ગાથાના અંતમાં જે શબ્દથી સ્નેહ–રાગભાવ કરવાનો નિષેધ છે. તે અનુલક્ષીને અહીં, સાધક દ્વેષ પરિણામોમાં ન ચાલ્યો જાય, તેવી ટકોર કરી છે.
જ્યારે સાધકમાં શ્રેષ્ઠ ગુણોની વૃદ્ધિ થાય અને તેનું સુપરિણમન થાય તો જગતના સર્વ જીવો પ્રત્યે સમભાવ, તટસ્થભાવ, વિવેકભાવ અને અનુકંપા ભાવ જાગૃત થાય છે તથા જગતના પાપી, ધર્મ કે અધર્મી(કુધર્મી) સર્વ વ્યક્તિ માટે પરમ ઉદાર ભાવો ઉત્પન્ન થાય છે. તે મહાન આત્માનો સ્વભાવ અને વ્યવહાર વીતરાગ તુલ્ય થઈ જાય છે. પરંતુ જ્યારે સાધકમાં શ્રેષ્ઠ ગુણોની વૃદ્ધિ સાથે સ્વરમણતાની જગ્યાએ પર દષ્ટિ મુખ્ય થઈ જાય ત્યારે તે અન્ય પ્રાણીઓના દૂષણોને અને પોતાના સગુણોને પચાવી શકે નહીં.