________________
' અધ્ય.-૯, ઉદ્દે.-૪: વિનય સમાધિ
૪૩૭.
વિશ્લેષણ કરી સાધકોને શાસ્ત્ર અધ્યયનની અનુપમ પ્રેરણા આપી છે. (૧) સુર્ય ને વિસ્ક ઉત્ત... – શાસ્ત્રોનું અધ્યયન હંમેશાં કરતા રહેવાથી સૈદ્ધાંતિક જ્ઞાન તથા આચાર વ્યવહારનું જ્ઞાન પરિપક્વ અને અસ્મલિત થઈ જાય છે. શાસ્ત્રીય અધ્યયન વિના સાધકોને જૈનધર્મના સિદ્ધાંત (તત્ત્વજ્ઞાન) અને આચાર વ્યવહારના રહસ્યો સારી રીતે સમજાતા નથી. ક્યારેક તે અન્ય ધર્મ સંબંધી સંસ્કારોના યોગે અથવા અન્યદાર્શનિકોના સંયોગે, સ્વયં વિપરીત કે એકાંતિક માર્ગે ખેંચાઈ જાય છે અને બીજાને પણ તે ઉન્માર્ગે લઈ જાય છે. માટે સંયમી જીવનમાં શ્રુતજ્ઞાનની, આગમજ્ઞાનની અભિવૃદ્ધિ થવી, પરમ આવશ્યક છે. માટે સાધકે સદા શ્રુતનું અધ્યયન કરતા રહેવું જોઈએ. (૨) IT વિત્ત વિક્ષ:- શ્રુતજ્ઞાનનું અધ્યયન એ ચિત્તની એકાગ્રતાનું આગમોક્ત મૌલિક સાધન છે. કેટલાક સાધકો ચિત્તની એકાગ્રતા માટે જંગલ, પહાડ કે ગુફાનો આશ્રય સ્વીકારે છે પરંતુ તે માત્ર ઔપચારિક સાધન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રેવીસમાં અધ્યયનમાં જ્યારે કેશી શ્રમણ ગણધર ગૌતમ સ્વામીને પ્રશ્ન કરે છે કે આ મનરૂપી બેલગામ ઘોડાને તમે કેમ વશમાં રાખો છો? ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું કે- હું શ્રુતજ્ઞાન રૂપી લગામ(રસ્સી)થી આ મનરૂપી ચંચલ ઘોડાને વશમાં રાખું છું અને તે જ્ઞાનના માધ્યમે જ નિખરિત થતી ધર્મ શિક્ષાઓથી આ ચંચલ ચિત્તને સ્થિત રાખું છું.
ખરેખર જે સ્વાધ્યાયમાં તલ્લીન થઈ જાય છે, તેને વાસ્તવિક રૂપે આનંદ અનુભવ થાય અને શાસ્ત્ર વાંચન શ્રવણમાં, પ્રશ્ન ચર્ચામાં કે થોકડાનું પરાવર્તન કરવામાં બે–ચાર કે આઠ–દસ કલાક પણ સાધકના વીતી જાય છે. આ પ્રકારની જ્ઞાનમાં તલ્લીનતા જ્યારે થાય ત્યારે ચિત્ત કોઈ બીજા વિષયને સ્પર્શે પણ નહીં. આ જ અનુભવ જ્ઞાનના આધારે અહીં બીજી સમાધિમાં સત્ય હકીકતની વાત કહી છે કે સાધક એમ વિચાર કરે કે– શ્રુત અધ્યયનથી મારું ચિત્ત એકાગ્ર થશે, આ કારણે મારે શ્રતનું અધ્યયન કરવું જોઈએ. (૩) અખા વફમ.. – જીવનમાં કોઈપણ પ્રકારના વૈરાગ્ય ભાવ અંકુરિત થતાં પુણ્યાત્માઓ ગુરુ સાંનિધ્યે દીક્ષા અંગીકાર કરે છે, સંયમ સ્વીકાર કરે છે. સંયમ સ્વીકાર પછી સાધકનું અને તેના ગુરુનું મુખ્ય અંતરંગ લક્ષ્ય એ અવશ્ય હોય છે કે જીવન પર્યત સંયમ સાધના આરાધનામાં ચિત્તની સ્થિરતા બની રહે અને તે સ્થિરતામાં વૃદ્ધિ થાય તેવી રીતે દરેક અભ્યાસ અને વિવેક વ્યવહાર રાખવામાં આવે છે.
આ રીતે ચાલતાં ક્યારેક કોઈપણ સંયમ અંગમાં કચાસ આવે અને તે સમયે ચારિત્ર મોહ કર્મનો ઉદય થતાં ચિત્તની ચંચલતા સંયમના નિયમોપનિયમ પ્રત્યે પ્રવેશ કરવા લાગે. તે સમયે શાસ્ત્રનું જ્ઞાન, શ્રુતનું અધ્યયન, ચિત્ત શુદ્ધિ અને સ્થિરતા માટે અતિ ઉપયોગી સિદ્ધ થાય છે. કારણ કે શાસ્ત્રોની રચના સામાન્ય જ્ઞાનીઓની નથી; દરેક શાસ્ત્રોના રચનાકાર મૌલિક રૂપે ગણધર પ્રભુ છે અને તેઓના સંરક્ષક અને માર્ગદર્શક ત્રિકાલજ્ઞ, સર્વજ્ઞ, સર્વદર્શી સ્વયં તીર્થકર પ્રભુ છે. તે શાસ્ત્રોની શૈલીમાં, શબ્દોમાં ત્યાગ, વૈરાગ્ય, શિક્ષા, પ્રેરણાદાયક અદભૂત અમૃત રસ ભરેલા છે. તેને કંઠસ્થ કરી સ્વાધ્યાય, અનુપ્રેક્ષા, પરાવર્તના કરનાર સાધક તેના અનુભવ સિદ્ધ આનંદને સારી રીતે જાણે અને સમજે છે. આવા શાસ્ત્રોના નિરંતર