________________
૪૩૦ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
જ્ઞાન જ્યોતિ સ્વરૂપ ગડd = સર્વોત્કૃષ્ટ વુિં = સિદ્ધ ગતિને ઓ= પ્રાપ્ત કરે છે ત્તિ વેનિ= આ પ્રમાણે હું કહું છું. ભાવાર્થ:- આ જિનશાસનને પ્રાપ્ત કરી જે મુનિ સતત ગુરુજનની સેવા કરીને જૈન દર્શનનું રહસ્ય જાણવામાં નિપુણ અને વ્યવહાર વિવેકમાં કુશળ અર્થાત્ સાધુઓની યોગ્ય સેવામાં કુશળ થાય છે તે પોતાના પૂર્વ કૃત કર્મ મલનો નાશ કરી કેવળજ્ઞાન રૂપ પ્રકાશવાળી અતુલ મોક્ષ ગતિને ભૂતકાળમાં પામ્યા છે અને પામે છે.
વિવેચન :
આ ઉપસંહાર ગાથામાં વિનયવાન સાધુની ક્રમશઃ સિદ્ધગતિની પ્રાપ્તિરૂપ ફલશ્રુતિ દર્શાવી છે.
વિનયધર્મની આરાધના કરનાર ઉત્તમ સાધુ ઉત્તરોત્તર જિનમતનો પારગામી થવાની સાથે વ્યવહાર કુશળ પણ બની જાય છે. તે બાહ્ય ઔચિત્યને પણ અખંડપણે જાળવી રાખે છે. આંતર ભાવવિશુદ્ધિ અને બાહ્ય ઔચિત્યરૂપ શુદ્ધ વ્યવહારના યોગે તેના આત્મામાં સમાધિનું(ભાવ સામાયિકનું) બળ વધતું જાય છે. તે સાધક ક્રમશઃ સામાયિક ચારિત્રમાંથી યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરીને, સર્વકર્મનો ક્ષય કરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. પરિયઃ–પરિચર્યા–વિધિપૂર્વક આરાધના, સેવા-સુશ્રુષા, વિનય ભક્તિ અને સર્વ પ્રકારની શારીરિક સેવાનો પરિચર્યામાં સમાવેશ થાય છે.
મામને - અભિગમ = જ્ઞાન, જાણવું, સમજવું, શિષ્ટાચાર, વ્યવહાર. આ રીતે તેના અનેક અર્થ અપેક્ષિત છે. તેમાં જે દક્ષ હોય, પ્રવીણ હોય તે અભિગમ કુશળ કહેવાય છે. આ ગુણ સંપન્ન સાધુ અતિથિ સાધુઓનો તથા આચાર્યોનો આદર સન્માન અને સેવા ભક્તિ કરવામાં દક્ષ હોય, લોકોત્તર વ્યવહારમાં કુશળ હોય. રયમ - કાર્મણ વર્ગણાના પુદ્ગલો જ્યારે આત્મા સાથે બદ્ધ થવા માટે આવે છે અર્થાત્ આશ્રવના સમયે કર્મને જ કહેવાય છે અને તે કર્મ બદ્ધ, સ્પષ્ટ અને નિકાચિત થઈ જાય ત્યાર પછી તેને મલ કહેવાય છે.
| ત્રીજો ઉદ્દેશક સંપૂર્ણ |