________________
અધ્ય-૯, ૯-૩: વિનય સમાધિ
૪૧૯ ]
સ પુષ્પો – અહીં ક્રિયા પદ ન હોવાથી તેના એક જ ભાવવાળા અર્થના અનેક પ્રકારે વાક્ય પ્રયોગ મળે છે. યથા– તે પૂજ્ય છે, તે પૂજ્ય થાય છે, પૂજ્ય હોય છે, તે પૂજ્ય બને છે, તેને પૂજ્ય કહેવાય છે; તેમજ તે જગતપૂજ્ય બને છે. તે પૂજ્યનીય થાય છે, તે જ પૂજ્ય કહેવાય છે, તે જ પૂજ્યનીય બને છે તે જ ખરેખર પૂજનીય બને છે વગેરે. આ સર્વ વાક્યોના ભાવોમાં કોઈ વિરોધ થતો નથી.
ગુરુના અભિપ્રાયોને જાણવાના ઉદાહરણ- (૧) ગુરુદેવ શિષ્ય સામે જોઈ પછી કંબલ તરફ જોયું. તે જોઈને શિષ્ય તુરત જ જાણી લીધું કે ગુરુજીને ઠંડી લાગે છે; કંબલની જરૂર છે. (૨) ગુરુજીને કફનો પ્રકોપ થયો છે; વારંવાર ઉધરસ આવે છે; તે અંગચેષ્ટા જાણીને સૂંઠ આદિ ઔષધ લાવીને આપે. નીતિ શાસ્ત્રના શ્લોકમાં પણ અભિપ્રાય જાણવા વિષે આ પ્રકારે કથન છે–
आकारै रिंगितै र्गत्या, चेष्टया भाषणेन च । નેત્રવત્ર વિશ્વ, ચડતાં મન: I – હિતોપદેશ)
અર્થ– આકૃતિ, ઇગિત (ઇશારો), ગતિ, ચેષ્ટા, ભાષણ, આંખ અને મુખના વિકારોથી કોઈના આંતરિક મનોભાવોને જાણી શકાય છે.
આ રીતે પ્રથમ ગાથા અનુસાર ગુરુ પ્રતિ અર્પણ અને વિચક્ષણ શિષ્ય વિકાસ પામતાં એક દિવસ સ્વયં ગુરુ આચાર્યની જેમ આદર્શ અને પૂજ્યનીય શ્રમણોની ગણતરીમાં પહોંચી જાય છે.
નો છRTદય પુષ્પો – આ વાક્યના બે પ્રકારે અર્થ થાય છે– (૧) જે ગુરુના અભિપ્રાયને સમજીને તે અનુસાર સમયને યોગ્ય કાર્ય કરે છે. (૨) જે ગુરુની ઇચ્છાની આરાધના કરે છે, તે પૂજ્ય થાય છે.
તેમજ ગુરુના આશયને સમજીને ગુરુની પ્રેરણા વિના સ્વયં કાર્ય કરનારા શિષ્ય લોકમાં ઉત્તમોત્તમ કહેવાય છે. ગુરુની પ્રેરણા પછી પણ પોતાનું હિત સમજીને કાર્ય કરનારા ઉત્તમ કહેવાય છે, ફરજ સમજીને કાર્ય કરનારા મધ્યમ કહેવાય છે; અનાદરપૂર્વક કાર્ય કરનારા અધમ કહેવાય છે અને ગુરુને કટુ શબ્દ કહેનારા અધમાધમ શિષ્ય કહેવાય છે. વિનયની ક્રિયા દેખાવમાં એક સમાન હોવા છતાં તેમના આશયભેદથી ફળમાં ભિન્નતા રહે છે. સાર એ છે કે પ્રસન્ન ચિત્તે, ગુરુના અભિપ્રાયની આરાધના કરનાર શિષ્ય પૂજનીય બને છે.
આવા રમજ્ઞા.. - આ ગાથામાં પૂજ્યનીયતા પ્રાપ્ત કરવા માટે કૃતજ્ઞતા ગુણની આવશ્યકતા બતાવી છે. શિષ્ય જ્ઞાનાચાર આદિ પંચાચારની પ્રાપ્તિને માટે ગુરુના વચનોને સાંભળવા આતુર હોય છે. દુકાને બેઠેલો વ્યાપારી ઘરાકના વચન સાંભળવા આતુર હોય છે. તેમાં વ્યાપારીને પોતાનો લાભ પ્રત્યક્ષ દેખાય છે. તેનાથી અનંતગુણો અધિક લાભ શિષ્યને ગુરુના વચન શ્રવણ અને તદનુસાર આચરણમાં દેખાય છે. ગુરુના વચન-શ્રવણની આતુરતા તે વિનયનું પ્રથમ સોપાન છે. ગુરુનો આદેશ સાંભળી પ્રસન્નતાપૂર્વક, કૃતજ્ઞભાવે તે વચનનો સ્વીકાર કરવો અને તદનુસાર આચરણ કરવું અને પુનઃ પુનઃ ગુરુ વચન શ્રવણનો