________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની
બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. બોધિ બીજ દીક્ષા–શિક્ષા દોરે બાંધી, "મુક્ત લીલમ" સતી તણા તારક થયા, ગુરુ "પ્રાણ" "ઉજમ" "ફૂલ" "અંબા"–ગુરુણીવર્યાને વંદન કરું ભાવ ભર્યા, સંપાદન કાર્ય કરવામાં કૃપા વરસાવી, શ્રુતજ્ઞાનનું બળ પૂરજો.
ભાવ પ્રાણ પ્રગટ કરવામાં અમારા અંતરયામી સદા બની રહેજો. પ્રિય સાધકગણ એવં પાઠકગણ !
આજે ચાર મૂળ સૂત્ર પૈકીનું એક શ્રી દશવૈકાલિક સૂત્ર તમારા કરકમળમાં અર્પણ કરવામાં આવી રહ્યું છે. આ સૂત્ર સાધુ સંતોની મૂળગી મૂડી છે. પંચમ આરાના છેવાડા સુધી આ સૂત્રનો મૂળપાઠ રહેશે. આ જ સૂત્રના ચોથા અધ્યયનના દીક્ષા મંત્ર પાઠથી અનેક આત્મા સંસારનો ત્યાગ કરી અણગાર બનશે. આ આગમ સાધુચર્યાની મૂળાક્ષર સહિતની બાળપોથી છે. તે કંઠસ્થ કરીને હંમેશાં સ્વાધ્યાય કરવા લાયક છે. શયંભવ સૂરિજીએ તેની રચના કરી હતી. આજે તે અનેક મુનિરાજો માટે મહાઉપકારી છે. દીક્ષા લીધા પહેલાં અથવા દીક્ષા લીધા પછી આ આગમનો અભ્યાસ કરાવવામાં આવે છે. મુમુક્ષુ અણગારો આ સૂત્રને બહુ પ્રેમથી ભણે છે. તેઓને લક્ષ્યમાં રાખીને અમોએ નિર્ણય કર્યો કે આ સૂત્ર સંસ્કૃત છાયા, શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચન સહિત પ્રકાશિત કરવું.
આ શાસ્ત્ર મારું પ્રિયમાં પ્રિય શાસ્ત્ર છે. ગુરુ–ગુણી દેવોએ સંસારાવસ્થામાં જ મને આ આગમ ભણાવ્યું ત્યારથી જ વૈરાગ્યમાં વૃદ્ધિ કરાવનારું બની રહ્યું છે. સંસારના ત્યાગ પછી નૂતનદીક્ષિત અવસ્થાના પ્રારંભમાં મારા જીવનના સુકાની, ઘડવૈયા, વ્યાખ્યાન વાચસ્પતિ, અનેકાર્થી પ્રવચન પટુ, પંડિત રત્ન બા.બ્ર. સી. કેસરી પરમકૃપાળુ પરમ ઉપકારી પૂ. ગુરુદેવ પ્રાણલાલજી મહારાજ સાહેબશ્રીની નેશ્રામાં પ્રથમ ચાતુર્માસ
29