________________
રીતે સાધુઓ માટે પણ સંક્ષિપ્ત કરેલું આ ઉત્તમ શાસ્ત્ર થોડામાં જ સંપૂર્ણ જૈન આગમનો પ્રકાશ આપે છે એટલે જ અમે આગળ કહ્યું કે આ શાસ્ત્રનું નામ ભલે દશવૈકાલિક છે પણ અમારા હૃદયોદ્ગારના શબ્દોમાં તેનું નામ ખરેખર "મોક્ષ માર્ગ મહાપથ" આપી શકાય તેમ છે.
સાધક સાધનામાં અધૂરો ઉતરે તો તેના કેવા કુફળ આવે અને તેના જીવનમાં જે પ્રત્યાઘાત થાય તે અંતિમ અધ્યયનોમાં દર્શાવ્યા છે.
શાસ્ત્રકારે આ સૂત્રમાં એક બહુ મહત્વપૂર્ણ વાત કરી છે. જે જૈનાગમની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને તે વાત વિશેષ કરીને ગુઓને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે.
સાધક ત્રુટિ કરે, ભૂલ કરે કે નબળો પડે તો ગુરુઓએ અને શાસનકર્તાએ ઉતાવળથી તેને બહિષ્કૃત કરવો નહીં; તેમજ તેના પ્રત્યેની નિરાશા પણ ઉદ્ભવવી નહીં. પરંતુ છેલ્લી ઘડી સુધી તે સાધકને તેની સાધનામાં સ્થાપિત કરવા માટે સંપૂર્ણ પ્રયાસ થવો જોઈએ. આ માટે ગુરુવર્યોએ જરા પણ ધીરજ ન ગુમાવવી જોઈએ.
આ વચનોથી એમ લાગે છે કે જૈન-પરંપરામાં નવો સાધક ન આવે તેની એટલી ફિકર નથી પરંતુ એક સાધક સ્થાન ભ્રષ્ટ થઈને ખસી જાય, તે શાસ્ત્રકારને બિલકુલ ઈષ્ટ નથી. નવા સાધકો આવે તે તો ઈચ્છનીય છે જ પરંતુ તેનાથી મહત્વપૂર્ણ એ છે કે સાધક બહિંગમન ન કરી જાય, ચારિત્રભ્રષ્ટ કે વિચારભ્રષ્ટ ન થઈ જાય અને શ્રદ્ધાથી ન ડગી જાય; તે માટે ઘણી સાવધાની સૂચવવામાં આવી છે. ખરેખર આ, જૈન શાસ્ત્રની ઉદારતાનો પરિચાયક છે.
ઘણા લોકો અને જેને તત્ત્વવેત્તાઓ અનુશાસનની વાતો કરે છે પરંતુ જૈનધર્મ એ શાસન છે પરંતુ અનુશાસન ઉપર પ્રબલ ભાર રાખવામાં આવ્યો નથી. શાસન સ્વકૃત હોય છે, અનુશાસન પરપ્રેરિત હોય છે. માટે સાધક સ્વયં શાસનને અનુરૂપ સાધના કરે તે વધારે ઈચ્છવા યોગ્ય છે.
આટલુ કહી અમે દશવૈકાલિકનો અભિગમ પૂરો કરવા ઈચ્છીએ છીએ. જોકે દશવૈકાલિકનું નામ લેતાં ઘણા જ કથ્ય ભાવો હૃદયમાં ઉભરાય છે પરંતુ અહીં નતમસ્તક બની દશવૈકાલિક સૂત્રનું અભિવાદન કરી વિરમીએ છીએ.