________________
[ ૨૦૦ |
શ્રી દશવૈકાલિક સત્ર
રહિત મુનિના પ્રસન્નતાથી સેવન કરે. ભાવાર્થ:- પ્રાપ્ત થયેલો આહાર સ્વાદ રહિત હોય કે અમનોજ્ઞ સ્વાદવાળો હોય, મસાલેદાર હોય કે મસાલા રહિત હોય, રસદાર હોય કે શુષ્ક હોય, બોરનું ચૂર્ણ હોય કે અડદના બાકળાનું ભોજન હોય, તેમજ ભોજન અલ્પ મળે કે વધુ મળે પરંતુ મળેલા આહારની કે દાતાની મુનિ નિંદા ન કરે અને અતિ પ્રશંસા પણ ન કરે પરંતુ નિઃસ્પૃહ ભાવે કેવળ સંયમનું ધ્યેય રાખીને જીવનાર ભિક્ષુ અચિત્ત, નિર્દોષ અને સહજ પ્રાપ્ત થયેલા આહારને પવિત્ર પરિણામથી માંડલાના દોષ ટાળીને આરોગે. ll૯૮–૯.
વિવેચન :
પરિભોગેષણાના(માંડલાના) મુખ્ય પાંચ દોષ છે, તેમાં બીજો ધૂમતોષ છે. તે દોષથી સાધક મુક્ત રહે, તે માટે પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં વિભિન્ન રીતે માર્ગદર્શન આપ્યું છે. માંડલાના પાંચ દોષોનું સ્પષ્ટી- કરણ પરિશિષ્ટમાં જુઓ!
તિરંગ - ગાથા-૯૭ના પૂર્વાર્ધમાં ભોજનના ષસોનો ઉલ્લેખ છે. ષટુરસ ભોજન સાહિત્યિક ગ્રંથોમાં અને ધાર્મિક ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. તે અનુસાર અહીં ભોજનના પદાર્થો સંબંધી વર્ણનમાં ષસોના નામ છે. તેમ છતાં આગમના તત્ત્વ વર્ણનોમાં રસના પાંચ ભેદ કરવામાં આવે છે તે સાપેક્ષ છે. તેમાં મીઠુંને જુદુ ન કહેતા કોઈમાં સમાવેશ કરવામાં આવે છે. પાંચ રસ- (૧) તિક્ત (તીખો) = સુંઠ, મરી આદિ (૨) કટુક (કડવો) = લીમડો, કારેલા આદિ (૩) કષાયેલો(તૂરો) = હરડે, બહેડા, ત્રિફલા વગેરે (૪) ખાટો = આંબલી લીંબુ આદિ (૫) મીઠો(મધુર) = ગોળ, ખાંડ, સાકર વગેરે. સાધુને કોઈપણ રસવાળા ખાદ્ય પદાર્થ પ્રાપ્ત થઈ શકે છે. અUાર્થી પડતું :- શ્રમણ જે કંઈ પણ ભિક્ષામાં ગ્રહણ કરે તે અન્ય માટે (ગૃહસ્થ માટે) બનાવેલા પદાર્થને જ ગ્રહણ કરે છે. તેનો નિર્દેશ કરતાં અહીં દર્શાવ્યું છે કે તે પદાર્થો અન્ય માટે બનાવેલા હોય છે; તેથી તે પદાર્થો તેની રૂચિ અને વિવેક અનુસાર જ હોય છે અને શ્રમણને તો નિર્દોષ મળ્યા છે, તેથી તેમાં મુનિ સમભાવ સંતોષ રાખે. મહુવં નિષ્ણ -મદુ શબ્દ અહીં મીઠા(મધુર) અર્થમાં પ્રયુક્ત છે. કોશમાં મહુનેદ = મીઠા મૂત્રનો રોગ અને મદમોય = મીઠું ભોજન, એવા પ્રયોગ દર્શાવ્યા છે -[ સચિત્ર અર્ધમાગધી કોશ પૃષ્ટ–૧૧૪ / ભાગ-૪ શતાવધાની ૫. રત્નચંદ્રજી મ.સા.].ગૌચરી કરતાં મુનિ સમભાવ રાખી તિક્ત, કટુક વગેરે પ્રાપ્ત સર્વ પદાર્થોને ઘી-સાકર સમજીને સમભાવની પ્રસન્ન મુદ્રાથી આરોગે. ઘી-સાકરનું ભોજન સ્વાદની અપેક્ષા, ગુણની અપેક્ષા અને ઉચ્ચ પદાર્થની અપેક્ષા તથા વ્યવહાર પ્રવૃત્તિની અપેક્ષા શ્રેષ્ઠ અને તુષ્ટી પુષ્ટીવાળું ભોજન મનાય છે. તેને આરોગવામાં માનવને સહજ પ્રસન્નતા રહે છે. તેથી સૂત્રકારે તેની ઉપમા આપીને કહ્યું છે કે સાધુને નિર્દોષ તેમજ અન્ય માટે કૃત એવી પ્રાપ્ત ભિક્ષાના પદાર્થો અરસ કે વિરસ હોય તો પણ સુંદર પરિણામથી જ આરોગવા જોઈએ. કારણ કે સાધુને માટે આહારનો સ્વાદ નહીં પરંતુ તેની નિર્દોષતા જ પ્રસન્નતાનું કારણ બને છે. તેવા સુંદર પરિણામો માટે મુનિએવૈરાગ્યભાવ