________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા
[ ૧૮૫ ]
ભાવાર્થ - કદાચિત અનિચ્છાએ, ધ્યાન ન રહેવાથી તેનું પાણી ગ્રહણ થઈ ગયું હોય, કોઈ દાતાએ વહોરાવી દીધું હોય તો તે પાણીને સ્વયં પીએ નહીં અને અન્ય ભિક્ષુને પણ પીવા માટે આપે નહિ.
__एगंतमवक्कमित्ता, अचित्तं पडिलेहिया ।
जयं परिट्ठवेज्जा, परिट्ठप्प पडिक्कमे ॥ છાયાનુવાદઃ પ્રાન્તમવચ, પત્ત પ્રતિજોધ્યા
यतं(यतनया) परिष्ठापयेत्, परिष्ठाप्य प्रतिक्रामेत् ॥ શબ્દાર્થ –પતિ = એકાત્ત સ્થાન પર ૩ વનિત્તા = જઈને પિત્ત - જીવરહિત જગ્યાનું ત્રણ પ્રાણી કે બીજ રહિત સ્થાનનું પડિક્લેરિયા = પ્રતિલેખન કરીને ય = યતનાપૂર્વક પરિવિઝા = પરઠી દે પરિખ = પરઠીને ડિશને = ગમનાગમનનું પ્રતિક્રમણ કરે, ઈરિયાવહિયાનો કાઉસ્સગ્ન કરે.
ભાવાર્થ:- તે પાણીને એકાંતમાં લઈ જઈને પ્રાક સ્થાનમાં યતનાપૂર્વક પરિષ્ઠાપન કરે, ત્યાગી દે અને તે પાણી પરઠી દીધા પછી ગમનાગમનનું પ્રતિક્રમણ કરે અર્થાત્ ઈરિયાવહિયાનો કાયોત્સર્ગ કરે.
વિવેચન :
પ્રસ્તુત સાત ગાથાઓમાં ધોવણ પાણીની ગવેષણા વિધિનું પ્રતિપાદન છે.
૩ળ્યાલય :- ઉચ્ચતા અને નિમ્નતા, સારું અને નરસુંશ્રેષ્ઠ અને ખરાબ. પાણીની ઉચ્ચતા અને નિમ્નતા તેની રોચકતા અરોચકતા પર કે તેની પીવામાં મનોજ્ઞતા અમનોજ્ઞતા પર આધારિત છે. તેમજ જે પાણી સ્વાથ્યકારી મધુર સુપાચ્ય હોય તે શ્રેષ્ઠ કહેવાય અને ફીકું, ખારું અને ભારે પાણી ખરાબ કહેવાય.
ભિક્ષુને વિભિન્ન ક્ષેત્રોમાં અને વિભિન્ન કાલમાં ધોવણ પાણીની ગવેષણા કરતાં જાત-જાતનું અને ભાત-ભાતનું ધોવણ પાણી ઉપલબ્ધ થાય છે. પ્રસ્તુત ગાથા-૭૫માં (૧) ઘડા(વાસણ) ધોયેલું પાણી, (૨) બાફેલી ભાજી તથા અન્ય ઉકાળેલા પદાર્થને ધોયેલું પાણી (૩) ચોખાને ધોયેલું પાણી, આ ત્રણ પ્રકારના ધોવણ પાણીનું સૂચન છે. તે સિવાય આચારાંગ સૂત્રમાં (૨/૧/ -૮)માં કલ્પનીય અકલ્પનીય કુલ ૨૧ પ્રકારના પાણીનાં નામ છે. નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૭માં એક જ સૂત્રમાં અગિયાર ધોવણ પાણીનાં નામ છે.
નરસું પાણી - આ સર્વ મળીને ભિક્ષને કેરનું, મેથીનું, કારેલાનું, ભાજીનું, છાશ-દહીંના વાસણનું, ચણા, બાજરી, મઠ વગેરેના લોટવાળા વાસણનું, ચીકાસ–ચકાસવાળું એવા અનેક અમનોજ્ઞ(પ્રતિકૂળ) ધોવણ પાણી મળે; તે સિવાય કોઈ ક્ષેત્રનું પાણી ખારું, ફીકું, માટીવાળું, તેમજ કોઈ ઘરોનું પાણી ધુમાડાથી, બળેલી લાકડીથી, કેરોસીન કે અન્ય કોઈ પણ અમનોજ્ઞ ગંધવાળું હોય; આ સર્વ ધોવણ પાણી પ્રસ્તુતમાં નરસા-ખરાબ પાણીમાં સમાવિષ્ટ થાય છે.