________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા
[ ૧૬૫ ]
તે દેનાર વ્યક્તિને કહે કે મને તેવાં આહાર પાણી કલ્પતા નથી. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં ગોચરી માટે ગૃહસ્થના ઘરમાં ઉપસ્થિત ભિક્ષુને શંકાયુક્ત પદાર્થો માટે વિવેક દર્શાવેલ છે.
ખાખગ્નિ સંચિં:- મુનિ આહાર–પાણીની ગવેષણા કરતાં પોતાની બુદ્ધિથી કે દષ્ટિથી તે પદાર્થનું નિરીક્ષણ કરીને અથવા ગૃહસ્થને પૂછીને તે પદાર્થની કલ્પનીયતા અકલ્પનીયતાનો નિર્ણય કરે છે. પરંતુ ક્યારેક આહાર-પાણીની ગવેષણા કરતી કોઈ પદાર્થની પૂર્ણ નિર્દોષતાનો નિર્ણય ન થાય; ઉત્પન્ન થયેલી શંકાનું પૂર્ણ સમાધાન ન થાય; જેમ કે- ખાદ્ય પદાર્થ મીઠું(નમક) પાણી, લીલોતરી, અગ્નિ આદિના સંઘટાવાળો છે કે નહીં? ગૃહસ્થના કેશ(વાળ) ભીના છે કે નહીં; આહાર–પાણી સાધુ માટે બનાવેલા કે ખરીદેલા છે કે નહીં? દૂધના વાસણ નીચે અંગારા છે કે નહીં? દાતાના હાથ સચિત્ત રજકણવાળા કે પાણીથી સ્નિગ્ધ છે કે નહીં ? ગૃહસ્થના હાથ–પગ સાબુના પાણીવાળા છે કે સચેત પાણીવાળા છે? વગેરે અનેક વિષયો શંકાસ્પદ જણાતા હોય અને મુનિ પૂછવાથી, નિરીક્ષણ કરવાથી કે બુદ્ધિથી તેનો નિર્ણય કે સમાધાન કરી શકે તેમ ન હોય, ત્યારે તે શંકાયુક્ત આહાર પાણીને ગ્રહણ કરે નહીં.
તે જ રીતે સચિત્ત અચિત્તના વિષયમાં કોઈ લીલોતરીના શાક, અથાણા અચેત થયા છે કે અર્ધા કાચા(મિશ્ર) છે? તેમજ અન્ય કોઈ પણ ગ્રાહ્ય પદાર્થ ફળ–મેવા વગેરે સચેત છે કે અચેત થઈ ગયેલ છે? ગોચરીમાં પ્રાપ્ત થતાં અમુક પદાર્થો શસ્ત્ર પરિણત થયેલા હોય કે ન હોય; આ પ્રકારની કોઈપણ શંકા મુનિને જો કોઈ પદાર્થના વિષયમાં હોય તો તે વસ્તુ ન લેવી.
શકિત દોષ - આહાર શુદ્ધ હોવા છતાં કલ્પનીય અને અકલ્પનીયના વિષયમાં સ્વયં મુનિને કે ગૃહસ્થને શંકા હોય તો તે શંકાનું નિવારણ કર્યા વિના જ તે આહાર લેવો તે શકિત દોષ છે. તેવો આહાર ગ્રહણ કરવાનો આ ગાથામાં નિષેધ છે. આ એષણાનો પહેલો દોષ છે. આત્મ સાક્ષીથી પૂરી ગવેષણા કરી લીધા પછી અને કોઈ શંકા ઉત્પન્ન થાય તો તેનું નિવારણ થઈ જાય ત્યારે જ મુનિ શુદ્ધ અને નિર્દોષ આહાર ગ્રહણ
४५
પિહિત અને ઉભિન્ન દોષ સંબંધી વિવેક :
दगवारेण पिहियं, णीसाए पीढएण वा । लोढेण वावि लेवेण, सिलेसेण व केणइ ॥ तं च उभिदिया देज्जा, समणट्ठाए व दावए । दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥
४६