________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
અને હવે પછી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરું છું. હે ભગવન્ ! આ પ્રમાણે હું પાંચમાં પરિગ્રહ વિરમણ મહાવ્રતમાં ઉપસ્થિત થાઉં છું.
વિવેચન
८८
:
અળં વા વધું વા:- પ્રસ્તુત સૂત્રમાં પરિગ્રહના છ પ્રકાર કહ્યા છે—(૧–૨) મૂલ્યથી અલ્પ મૂલ્યવાન કે બહુમૂલ્યવાન પદાર્થો, પરિમાણથી અલ્પ અથવા અધિક પદાર્થો. (૩–૪) આકારમાં નાની વસ્તુ અથવા મોટી વસ્તુ. (૫–૬) જીવયુક્ત વસ્તુ અથવા નિર્જીવ વસ્તુ.
આ છ પ્રકારના પદાર્થ જો સૂત્રોક્ત મર્યાદાથી વધારે ગ્રહણ કરવામાં આવે તો તે પરિગ્રહ કહેવાય છે અને મર્યાદિત ગ્રહણ કરેલા આવશ્યક પદાર્થોમાં મમતા મૂર્છા કે આસક્તિના ભાવ હોય તો, તે પણ પરિગ્રહ કહેવાય છે. કારણ કે દશવૈ. અ॰ ૬ માં કહ્યું છે કે- મુ∞ા શિહો વુત્તો ।
બીજી રીતે તે પરિગ્રહના બે ભેદ છે– બાહ્ય અને આત્યંતર. (૧) બાહ્ય પરિગ્રહના નવ ભેદ છે— (૧) ખેતરાદિ ખુલ્લી જમીન (૨) મકાન આદિ ઢાંકેલી જમીન (૩) ચાંદી (૪) સોનું (૫) ધન (૬) ધાન્ય (૭) દાસ, દાસી (૮) પશુ, પક્ષી (૯) ઘરવખરીની ચીજો. (૨) આવ્યંતર પરિગ્રહના ચૌદ ભેદ છે– મિથ્યાત્વ; ક્રોધ, માન, માયા, લોભ તે ચાર કષાય અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ; તે નવ નોકષાય. શ્રમણ નિગ્રંથ બાહ્ય પરિગ્રહના સર્વથા ત્યાગી હોય છે અને આપ્યંતર પરિગ્રહનો સર્વથા ત્યાગ કરવા માટે પુરુષાર્થશીલ હોય છે.
શાસ્ત્રોમાં પરિગ્રહના અન્ય અપેક્ષાએ ત્રણ ભેદ પણ કહ્યા છે. (૧) શરીર (૨) કર્મ (૩) ઉપધિ. દ્રવ્યાદિની અપેક્ષાએ પરિગ્રહ વિરમણ વ્રત :– (૧) દ્રવ્યદૃષ્ટિએ પરિગ્રહ વિરમણ વ્રતના વિષય છે— અલ્પ–બહુ આદિ છ પ્રકારના દ્રવ્યો. પરિગ્રહના વિષય છે (૨) ક્ષેત્રદષ્ટિએ ત્રણે ય લોકના પદાર્થો છે. (૩) કાલદષ્ટિએ દિવસ અને રાત્રિ આદિ સર્વકાલ છે, (૪) ભાવષ્ટિએ મૂર્છા, લોભ, રાગ, આસક્તિભાવ અને ત્રણ કરણ–ત્રણ યોગ પણ તેના વિષય છે. આ પાંચમા મહાવ્રતના સાધક મુમુક્ષુ અણગાર સર્વ પ્રકારે પરિગ્રહથી નિવૃત્ત થાય છે.
સાધુ સંયમ પાલન માટે અનિવાર્ય ઉપકરણોને અમૂર્છિત ભાવે રાખે અને શરીરાદિનો અનાસક્ત— ભાવે આહારાદિથી નિર્વાહ કરે છે.
છઠ્ઠું વ્રત : રાત્રિ ભોજન વિરમણ :
१२ अहावरे छट्टे भंते ! वए राइभोयणाओ वेरमणं; सव्वं भंते ! राइभोयणं पच्चक्खामि । से असणं वा पाणं वा खाइमं वा साइमं वा णेव सयं राई भुंजेज्जा, जेवणेहिं राई भुंजावेज्जा, राई भुंजते वि अण्णे ण समणुजाणेज्जा, जावज्जीवाए तिविह तिविहेणं मणेणं वायाए कारणं ण करेमि ण कारवेम