________________
| ૪૮ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
(૫) વેશ. પોતાના વેશના સહારે આહારદિ પ્રાપ્ત કરવા તે લિંગાજીવવૃત્તિતા છે. (૬) અલ્લાદિગણ છે. પોતાની ગણ વિદ્યાની કુશળતાને દેખાડીને આજીવિકા કરવી તે ગણાજીવવૃત્તિતા છે. (૭) પોતાના તપનું વર્ણન કરી, આજીવિકા પ્રાપ્ત કરવી તે તપાજીવવૃત્તિતા છે. (૮) શાસ્ત્રજ્ઞાન. પોતાના શ્રુતજ્ઞાનની પ્રશંસા કરી આજીવિકા પ્રાપ્ત કરવી તે શ્રુતજીવવૃત્તિતા છે.
જાતિ આદિને કહેવાની પ્રવૃત્તિ બે પ્રકારે થઈ શકે છે– (૧) હું અમુક જાતિનો છું, ઉગ્રતપસ્વી છું, બહુશ્રુતજ્ઞાની છે. આ રીતે પોતે જ પોતાની જાતિ આદિ બતાવીને (૨) અન્ય દ્વારા પોતાની જાતિ આદિ કહેવડાવીને આજીવિકા પ્રાપ્ત કરવી.
ઉપરોક્ત કોઈ પણ પ્રકારે આહાર પ્રાપ્ત કરવો તે સંયમી જીવન માટે દોષરૂપ છે, તે એક પ્રકારની લાચારી કે દીનતા છે, સોળ ઉત્પાદનના દોષમાંથી એક દોષ છે. તેથી જ તેવા સાધુઓને આગમમાં કુશીલ કહ્યા છે. તેવા સાધુઓ જીહાલોલુપ બની પોતાના શ્રમણભાવને નષ્ટ કરે છે. તે આજ્ઞાભંગ, સંયમની વિરાધના અને પરંપરાએ મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે.
આ રીતે આજીવવૃત્તિતામાં અનેક દોષોની સંભાવના છે, તેથી તે ત્યાજ્ય છે. (૩૦) તત્તવુિડ મોફત્ત - તપ્તાનિવૃત્ત ભોજિત્વ-અર્ધપક્વ વસ્તુનો ઉપભોગ કરવો. તપ્ત અને અનિવૃત્ત, આ બે શબ્દોનો સમાસ યુક્ત શબ્દનો પ્રયોગ મિશ્ર(સચિત્ત-અચિત્ત) વસ્તુને દર્શાવવા માટે થયો છે. તપ્ત = તપાવેલું, ગરમ કરેલું. અનિવૃત્ત = જીવ રહિત ન થયેલું. ગરમ કરવા છતાં અથવા અન્ય શસ્ત્રનો સંયોગ થવા છતાં જે પૂર્ણ અચિત્ત ન થયું હોય તેવું જલ અને ભોજન ગ્રહણ કરવું અનાચાર છે.
ઉકાળાપૂર્વક ઉકાળેલું પાણી પૂર્ણ અચિત્ત થઈ જાય છે. બરાબર ન ઉકાળેલું હોય તેવું મિશ્ર જલ તહાનિવૃત્ત કહેવાય છે. અથવા એકવાર પૂર્ણ અચેત થયેલું પાણી તેની કાલમર્યાદા પૂર્ણ થતાં પુનઃ સચેત થઈ જાય છે. તેવા જલને પણ તાનિવૃત્ત કહેવાય છે.
પૂર્ણ અચેત થયેલું પાણી ચોમાસામાં ત્રણ પ્રહર સુધી, શિયાળામાં ચાર પ્રહર સુધી અને ઉનાળામાં પાંચ પ્રહર સુધી અચેત રહે છે, ત્યારપછી ગમે ત્યારે તે પુનઃ સચેત થઈ શકે છે. આ રીતે અચેત થયેલા જલની અચેત રહેવાની કાલમર્યાદા શાસ્ત્રની વ્યાખ્યાઓમાં અને ગ્રંથોમાં દર્શાવેલી છે.
તે ઉપરાંત મિશ્ર ભોજન કે જેમાં જીવના પ્રદેશો રહી ગયા હોય તેવો અર્ધપક્વ આહાર લેવો. તેને પણ તપ્તાનિવત્ત ભોજન કહે છે. સાધુને માટે પ્રાસુક, જીવરહિત, પૂર્ણ અચિત્ત થયેલા આહાર પાણી જ કલ્પનીય છે. તેથી તપ્તાનિવૃત્ત આહાર પાણી ગ્રહણ કરવા, તે અનાચાર દોષ છે. (૩૧) ના રસ્તા - આતુર = પીડિત, દુઃખી, સરળ = તેના બે સંસ્કૃત રૂપ થાય છે– (૧) માનિ = સ્મરણ કરવું (૨) શ નિ = ત્રાણ અથવા શરણ. આ રીતે આ અનાચારનો અર્થ છે કે મુનિ રોગાતંકથી કે પરીષહોપસર્ગથી દુઃખી થઈને દીનભાવે ગૃહસ્થોની કે પારિવારિક જનોનું શરણ ઇચ્છે અથવા તેઓને યાદ કરે, તો તે અનાચાર છે.