________________
અધ્ય.—૩ : ક્ષુલ્લકાચાર કથા
વગેરે સમાય જાય છે. પ્રકારાંતરથી અગ્નિથી આહારાદિ રાંધવું, રાંધવાનું કહેવું, અગ્નિ પ્રગટાવવાનું કહેવું, પ્રકાશ કરવો, બુઝાવવો વગેરે રૂપે પણ સમારંભ કરવો, કરાવવો કે અનુમોદવો, તે સર્વ અનાચાર છે. શય્યાતર પિંડ આદિ અનાચાર :
सिज्जायरपिंडं च आसंदी पलियंकए । गिहंतरणिसेज्जा य, गायस्सुव्वट्टणाणि य ॥
૪૫
છાયાનુવાદ : શય્યાતપિન્ડમ્સ, આસનીપૌ । गृहान्तरनिषधा च, गात्रस्योद्वर्त्तनानि च ॥
શબ્દાર્થ:- સિખ્ખાયપિંડ = શય્યાતરનો આહાર લેવો આસંવીતિય = સાંગામાંચી અને પલંગ પર બેસવું નિરંતરગિસિગ્ગા = ગૃહસ્થના ઘેર જઈને બેસવું ગાયત્સુકૃષિ = શરીરનો મેલ દૂર કરવા માટે પીઠી વગેરે ચોળવું.
ભાવાર્થ:- (૨૩) જે ગૃહસ્થે રહેવા માટે આશ્રય આપ્યો હોય તે શય્યાતર કહેવાય; તેના ઘરનું ભોજન આદિ લેવું, (૨૪) આસંદી–સાંગામાંચી ઉપર બેસવું, (૨૫) પલંગ ઉપર બેસવું, (૨૬) ગૃહસ્થના ઘેર જઈને બેસવું (૨૭) શરીરના અવયવોમાં પીઠી ચોળવી, ઈત્યાદિ ક્રિયાઓ કરવી સાધુ માટે અનાચીર્ણ છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં પાંચ અનાચારોનું વર્ણન છે.
(૨૩) સિબ્બાયર્ પિંડ :– શય્યાતરના ઘરનો આહાર લેવો. સેજ્ઝાયર શબ્દના ત્રણ સંસ્કૃતરૂપ થાય છે. (૧) શય્યાકર– શય્યાને બનાવનાર, (૨) શય્યાધર- શય્યાને ધારણ કરનાર, (૩) શય્યાતર–શય્યાદાન કરનાર. આ ત્રણે અર્થમાંથી અહીં ત્રીજો અર્થ માન્ય છે.
શય્યાતર શબ્દનો પ્રવૃત્તિલભ્ય અર્થ આ પ્રમાણે થાય છે— શ્રમણોને રહેવા માટે શય્યા(સ્થાન) આપનાર શય્યાતર કહેવાય છે. આજ્ઞા આપનાર ઘરના માલિક અથવા માલિકે નિર્દેશ કરેલ કોઈ વ્યક્તિ શય્યાતર કહેવાય છે.
ભાષ્યકારના મતાનુસાર શ્રમણ જે ઉપાશ્રય કે સ્થાનમાં રાત્રિ દરમ્યાન રહે, સૂવે અને ચરમ આવશ્યક કાર્ય—પ્રતિક્રમણ કરે તે સ્થાનના સ્વામી શય્યાતર થાય છે અર્થાત્ તે શય્યાતર કહેવાય છે.(જે સ્થાનમાં દિવસે જ રહે તેના સ્વામી શય્યાતર કહેવાતા નથી.) શય્યાતરના અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર આદિ અગ્રાહ્ય હોય છે. તૃણ, રાખ, પાટ, પાટલા, બાજોઠ આદિ ગ્રાહ્ય હોય છે.
શય્યાતર પિંડના દોષ ઃ- શય્યાતરના ઘરનો આહાર ગ્રહણ કરવો તે અનાચારદોષ છે. શય્યાતરને