________________
શ્રી ઉત્તરાધ્યયન સત્ર-૨
એકવીસમું અધ્યયન
સમુદ્રપાલીય
પાલિત શ્રાવક:
चंपाए पालिए णाम, सावए आसि वाणिए ।
महावीरस्स भगवओ, सीसे सो उ महप्पणो ॥ શબ્દાર્થ - વપાપ = ચંપા નગરીમાં પરિઘ = પાલિત ગામ = નામનો વાળિ = એક વણિક, વ્યાપારી સાવ = શ્રાવક લિ = રહેતો હતો તો = તે મફણો = મહાત્માનો સીલે = શિષ્ય હતો. ભાવાર્થ-ચંપાનગરીમાં પાલિત નામનો એક વણિક શ્રાવક રહેતો હતો. તે મહાત્મા ભગવાન મહાવીરનો શિષ્ય હતો.
णिग्गंथे पावयणे, सावए से वि कोविए ।
पोएण ववहरते, पिहुंडं णगरमागए ॥ શદાર્થ - જિથે પવયને વ = નિગ્રંથ પ્રવચનમાં પણ જોવા = વિશેષ પંડિત હતો, જીવ અજીવાદિ તત્ત્વોનો જ્ઞાતા હતો પણ = જહાજથી નવરાતે = વેપાર કરતો તે દિ૬ = પિહુંડ નામના નગરમાં આ = આવી પહોંચ્યો. ભાવાર્થ:- તે શ્રાવક નિગ્રંથ પ્રવચનમાં વિદ્વાન હતો. વહાણ દ્વારા વેપાર કરતાં-કરતાં એક વાર તે પિહુંડ નામના નગરમાં આવી પહોંચ્યો. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં પાલિત શ્રાવકનો પરિચય છે. સાવા:- શ્રાવક શ્રાવક શબ્દનો સામાન્ય અર્થ “શ્રોતા” થાય છે, પરંતુ અહીં શ્રાવક શબ્દ વિશેષ અર્થમાં પ્રયુક્ત છે. શ્રદ્ધા અને વિવેકપૂર્વકનું આંશિક આચરણ કરે, તેવા શ્રમણોપાસકને શ્રાવક કહે છે. ભગવાન મહાવીરના ચતુર્વિધ સંઘમાં સાધુ અને સાધ્વી મહાવ્રતનું પાલન કરે છે અને શ્રાવક તથા શ્રાવિકા ગૃહસ્થપણે રહીને અણુવ્રતનું, દેશવિરતિ ચારિત્રનું પાલન કરે છે. શ્રાવક ધર્મમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બારવ્રતનું વિધાન છે. તેમાંથી તે યથાશક્તિ વ્રતોનું પાલન કરી શકે છે. Mિાંજે પાવથળે જવિા :- તે શ્રાવક જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો વિશિષ્ટ જ્ઞાતા હતો. બહદુવૃત્તિકારે કોવિદ શબ્દનો પ્રાસંગિક અર્થ નિપુણ કર્યો છે, તે અપેક્ષાએ પાલિત શ્રાવક જિનમતમાં નિપુણ હતો, જીવાદિ પદાર્થોનો વિશિષ્ટ જ્ઞાતા હતો. પોપણ વવદતે :- વહાણ વડે વ્યાપાર કરતાં. આ પદથી પ્રતીત થાય છે કે પાલિત શ્રાવક જળ