________________
| પાંચ સમિતિ – ત્રણ ગુપ્તિ
રક્ષા (૪) જીવ દયા (૫) તપ કરવા (૬) તમ સમયે શરીરનો ત્યાગ કરવા. આ છ કારણ ઉપસ્થિત થતાં આહાર ન છોડે તે દોષ.
૪૧
-
(૪) આદાન ભંડ મત્ત નિર્ખવણિયા સમિતિ :– મુનિઓના ઉપકરણો આ પ્રમાણે છે– (૧) મુહપત્તિ (૨) ગુચ્છો (૩) રજોહરણ (૪) ચોલપટ્ટક (૫) પછેડી (૬) કાષ્ઠ, તુમ્બી કે માટીના પાત્ર (૭) આસન (૮) સંસ્તારક- સૂવાનું પચરનું, સાધુ જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ માટે આવશ્યક ઉપકરણો રાખે. દ્રવ્યથી— ઉપરોક્ત ઉપકરણો યતનાથી ગ્રહણ કરે, મુકે અને વાપરે. ક્ષેત્રથી— જ્યાં ત્યાં વીંખણ-પીંખણ ન રાખે. ઉપકરણો વ્યવસ્થિત રાખે. કાલથી– સર્વ ઉપધિનું દિવસના પહેલા પ્રહરમાં અને ચોથા પ્રહરમાં ઉભયકાલ પ્રતિલેખન કરે. ભાવથી– મૂર્ચ્છ રહિત સંયમના સાધન સમજીને ભોગવે.
ઉચ્ચાર પાસવણ ખેલ-જલ-સિંધાણ પારિઠાવળિયા સમિતિ :- દ્રવ્યથી મળ મૂત્રાદિ પદાર્થો દશ પ્રકારના સ્થાનમાં પરહે નહીં. તે દશ સ્થાન આ પ્રમાણે છે– (૧) લોકોનું આવાગમન થતું હોય (૨) કોઈને બાધા-પીડા-વિરોધ થાય (૩) ઊંચી-નીચી વિશ્વમભૂમિ (૪) પોલાણવાળી ભૂમિ (૫) તરતની અચેત થયેલી ભૂમિ (૬) સાંકડી ભૂમિ (૭) ચાર અંગુલ નીચે સુધી અચિત્ત ન થયેલી ભૂમિ (૮) ગામ આદિની નજીક (૯) કીડી, મકોડા આદિ જીવોના દર સહિતની ભૂમિ (૧૦) ત્રસ જીવો અને બીજ વગેરે સચિત્ત પદાર્થ યુક્ત ભૂમિ. ક્ષેત્રથી– ગૃહસ્થના આંગણામાં કે લોકોને દુર્ગંધ થાય તેવા જાહેર રસ્તામાં પરઠે નહીં. કાલથી– પરવાની ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને પરઠે. ભાવથી– પરઠવા જાય ત્યારે આવસહી...ત્રણ વાર બોલે, પરઠનાં પહેલા શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા લે, ચાર અંગુલ ઉપરથી યતનાપૂર્વક (જલદી સૂકાય તેમ) પરઠે, પરઠતાં વોસિરે-વોસિરે ત્રણ વાર બોલે, પરઠીને પાછા ફરતાં નિસ્સહી-નિસ્સી ત્રણ વાર બોલે. ઉપાશ્રયમાં આવીને ઇરિયાવહિ કરે. હવે ત્રણ ગુપ્તિનો વિસ્તાર કહે છે. મનગુપ્તિ :– દ્રવ્યથી– આરંભ સમારંભમાં મન ન પ્રવર્તાવે. ક્ષેત્રથી– આખા લોકમાં. કાલથીયાવજ્જીવન પર્યંત, ભાવથી– વિષયકષાયમાં, આર્ત—રૌદ્રધ્યાનમાં કે રાગ-દ્વેષમાં મન ન પ્રવર્તાવે. વચનગુપ્તિ – દ્રવ્યથી- ચાર પ્રકારની વિકયા ન કરે, ક્ષેત્રથી– આખા લોકમાં, કાલથી– જીવન પર્યંત ભાવથી સાવધ—પાપકારી વચન ન બોલે.
:
કાયગુપ્તિ :– દ્રવ્યથી- શરીરના શોભા શણગાર ન કરે. ક્ષેત્રથી આખા લોકમાં કાલથી– જીવન પર્યંત. ભાવથી– સાવધયોગ ન પ્રવર્તાવે. પાપકારી પ્રવૃત્તિ ન કરે.
+