________________
જીવાજીવ–વિભક્તિ
શ્રી સુધર્માસ્વામી પોતાના શિષ્ય જંબૂસ્વામીને કહે છે કે હે આયુષ્યમાન જંબૂ ! મેં જેવું શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસેથી સાંભળ્યું, તેવું જ કહ્યું છે.
વિવેચનઃ
૪૫૧
પ્રસ્તુત ગાથા સમગ્ર સૂત્રના ઉપસંહાર રૂપ છે. તેમાં આ સૂત્રની પ્રમાણિકતા, ઉપયોગિતા અને અધ્યયનોની સંખ્યાનું નિર્દેશન છે.
રૂફ પાવરે બુદ્ધ- સર્વજ્ઞ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના છત્રીસ અધ્યયનનો અર્થતઃ ઉપદેશ આપ્યો છે. આ સૂત્રોક્ત કથન સર્વજ્ઞ તીર્થંકરનું છે, તેથી તે પૂર્ણપણે પ્રમાણભૂત અને સત્ય છે.
ત્તિ વેમિ.... આ રીતે આ જીવાજીવવિભક્તિ નામના અધ્યયનનું કે સંપૂર્ણ ઉત્તરાધ્યયન સૂત્રનું મેં જેમ શ્રવણ કર્યું છે તે જ પ્રમાણે સંભળાવ્યું છે અર્થાત્ આમાં મારી પોતાની રચના કે કલ્પના નથી પરંતુ પ્રભુવાણી છે. પ્રત્યેક અધ્યયનના અંતે સમાપ્તિ સૂચક ત્તિ નેમિ શબ્દનો આ પ્રમાણે અર્થ સમજવો.
|| છત્રીસમું અધ્યયન સંપૂર્ણ ॥
|| ઉત્તરાધ્યયન સૂત્ર સંપૂર્ણ