________________
| જીવાજીવ-વિભક્તિ
૪૧૯ ]
નારકી જીવો નિવાસ કરે છે. તે સાતના પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા તેમ નારકી જીવોના ૧૪ ભેદ છે. નોક્ષ પ્રાઝિ - નારકી જીવો ત્રસ છે. તેથી તે અધોલોકમાં આવેલી ત્રસનાલના એક વિભાગમાં જ રહે છે. તે લોકનો અસંખ્યાતમો ભાગ છે. તેથી અહીં તેના માટે લોકના એક દેશમાં હોવાનું કથન છે. સ્થિતિ- અનેક જીવોની અપેક્ષાએ નારકીની સ્થિતિ અનાદિ અનંત છે. એવો કોઈ સમય નથી જ્યારે નારકીના જીવો ન હતા અને ન રહેશે. અનાદિકાળથી તેનો પ્રવાહ ચાલ્યો આવે છે અને અનંતકાળ સુધી ચાલ્યા કરશે. આ રીતે અનેક જીવોના પ્રવાહની અપેક્ષાએ નારકી જીવો અનાદિ અનંત છે અને પ્રત્યેક નારકી જીવોની આયુસ્થિતિ અને કાયસ્થિતિ સાદિ સાંત હોય છે તે અપેક્ષાએ નૈરયિકો સાદિ સાંત છે. ભવસ્થિતિ- સમુચ્ચય નૈરયિકોની ભવસ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. સાત નરકના નૈરયિકોની જુદી-જુદી સ્થિતિ છે, તે ગાથાર્થની સ્પષ્ટ છે. સારવમ- સાગરોપમ. એક યોજન પ્રમાણ લાંબા, પહોળા અને ઊંડા કૂવામાં દેવકુ ઉત્તરકુરુક્ષેત્રના સાત દિવસના ગલિયા મનુષ્યોના વાળના અત્યંત બારીક ટુકડા ઠાંસી ઠાંસીને ભરવામાં આવે; પછી દર સો વર્ષે એક એક ટુકડો કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થઈ જાય, તેટલા સમયને એક પલ્યોપમ કહેવામાં આવે છે. આવા દશ ક્રોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. વિશેષ માટે જુઓ– અનુયોગદ્વાર સૂત્ર. કાયસ્થિતિ– નારક જીવોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ એક સમાન છે. કારણ કે નારકી જીવો મરીને ફરીથી નરકમાં ઉત્પન્ન થતા નથી પરંતુ નૈરયિક નરકમાંથી નીકળીને ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય અથવા તિર્યંચ યોનિમાં જન્મ ધારણ કરે છે, તેથી નૈરયિકોની કાયસ્થિતિ થતી નથી. તેઓની ભવસ્થિતિ અને કાયસ્થિતિ બંને એક જ છે. અંતર– નરકના જીવ નરકનું આયુષ્ય પૂર્ણ કરીને ગર્ભજ-પર્યાપ્ત મનુષ્ય કે તિર્યંચમાં ગયા પછી ત્રણે ય ગતિમાં ભવભ્રમણ કરતાં ક્યારેક ફરીથી નરકમાં આવે તો ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે અનંતકાળનો સમય પસાર થઈ જાય છે.
નારકી મારીને સંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી નરકમાં ઉત્પન થાય, તો જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે. અંતર્મુહૂર્તના આયુષ્યવાળો સંજ્ઞી તિર્યંચ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી જઘન્ય અંતર તેની અપેક્ષાએ ઘટિત થાય છે.
નારકીનો જીવ મરીને ગર્ભજ મનુષ્ય કે તિર્યંચમાં જન્મ ધારણ કરે, ત્યાંથી ભવભ્રમણ કરતાં કરતાં નિગોદમાં ચાલ્યો જાય, ત્યાં અનંતકાલ પસાર કરે, આ રીતે અનંતકાલ પછી ક્યારેક નરકમાં જન્મ ધારણ કરે, તો તેનું ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર ઘટિત થાય છે.
નૈરયિકોના શરીરના વર્ણાદિની તરતમતાની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. તિર્યંચ પંચેન્દ્રિય :
न पंचिंदिय तिरिक्खाओ, दुविहा ते वियाहिया ।
। समुच्छिमतिरिक्खाओ गब्भवक्कतिया तहा ॥ શબ્દાર્થ-પદ્યવિિિરવાળો = પંચેન્દ્રિયતિર્યંચ સે - તેઓ સુવિ બે પ્રકારના સમતિરિક = સમૂર્છાિમ તિર્યંચ તદ = તથા મવતિય = ગર્ભવ્યુત્ક્રાંતિક, ગર્ભજ તિર્યચ. ભાવાર્થ :- પંચેન્દ્રિય તિર્યંચના બે પ્રકાર છે– સમૂર્છાિમ(અસંજ્ઞી) તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જીવો.