________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૪૧૫ ]
ભાવાર્થ:- ચૌરેન્દ્રિય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. વિવેચન -
પ્રસ્તુત સુત્રમાં બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોના ભેદ-પ્રભેદ અને તેની સ્થિતિ આદિનું પ્રતિપાદન છે.
બેઇદ્રિય. તેઈદ્રિય, ચૌરેન્દ્રિય જીવોના પર્યાપ્તા અને અપર્યાપ્તા, તેમ બે-બે ભેદ થાય છે અન્ય કોઈ ભેદ થતા નથી. તે જીવોને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા, તે પાંચ પર્યાપ્તિ હોય છે. આ પાંચ પર્યાપ્તિને જે પૂર્ણ કરે, તે બેઇન્દ્રિયાદિ પર્યાપ્ત હોય છે અને આ પાંચ પર્યાતિને પૂર્ણ ન કરે, તે અપર્યાપ્ત હોય છે.
સુત્રકારે બેઇન્દ્રિય આદિ જીવોના અનેક નામોનો ઉલ્લેખ કર્યો છે. તેમાંથી કેટલાક પ્રસિદ્ધ નામ છે અને કેટલાક અપ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ નામોને ભાવાર્થમાં સ્પષ્ટ કર્યા છે. સ્થિતિ- અનેક જીવોની અપેક્ષાએ બેઇયિાદિની સ્થિતિ અનાદિ અનંત છે. ક્યારે ય આ લોક વિકલેન્દ્રિય જીવોથી રહિત હોતો નથી અને થશે પણ નહીં. એક જીવની ભવસ્થિતિ અને કાયસ્થિતિ સાદિ સાંત હોય છે. ભવસ્થિતિ- બેઇન્દ્રિયાદિ ત્રણેયની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ બેઇન્દ્રિયની બાર વર્ષની, તેઇન્દ્રિયની ૪૯ દિવસની અને ચૌરેન્દ્રિયની છમાસની છે. કાયસ્થિતિ-બેઇન્દ્રિયાદિ ત્રણેયની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતાકાલની છે. બેઇન્દ્રિય આદિમાં સ્વકાયની અપેક્ષાએ જીવ નિરંતર સંખ્યાતાકાલ પર્યત જન્મ-મરણ કરી શકે છે. અંતર– બેઇન્દ્રિયાદિ ત્રણેયનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું થાય છે. જો તે જીવ બેઇન્દ્રિયાદિમાંથી નીકળીને નિગોદમાં જાય, તો ત્યાં અનંતકાલ જન્મ-મરણ કરતાં પસાર કરે અને ત્યાર પછી પુનઃ બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય, આ રીતે તેનું અનંતકાલનું અંતર ઘટિત થાય છે.
વર્ણ, ગંધ આદિની અપેક્ષાએ બેઇન્દ્રિયાદિના પણ હજારો ભેદ થાય છે. પંચેન્દ્રિયઃ
पंचिंदिया उ जे जीवा. चउव्विहा ते वियाहिया । १५६
__णेरइया तिरिक्खा य, मणुया देवा य आहिया ॥ શબ્દાર્થ -પંધિયા = પંચેન્દ્રિય બ્રહ = ચાર પ્રકારના ગેરફા = નરયિક સિરિણા = તિર્યંચ મહુવા = મનુષ્ય જેવા = દેવ. ભાવાર્થ - પંચેન્દ્રિય જીવોના ચાર પ્રકાર કહ્યા છે– નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં પંચેન્દ્રિયના મુખ્ય ચાર ભેદોનું કથન છે– (૧) નારકી– જે જીવને નરકાયુનો ઉદય હોય, તેને નારકી કહે છે. (૨) તિર્યંચ પંચેન્દ્રિય- જે જીવને તિર્યંચનું આયુષ્ય અને પંચેન્દ્રિય જાતિનામકર્મનો ઉદય હોય, તેને તિર્યંચ પંચેન્દ્રિય કહે છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવોને પણ તિર્યંચાયુનો જ ઉદય હોય છે. તિર્યંચગતિમાં પાંચ જાતિના જીવોનો સમાવેશ થાય છે. (૩) મનુષ્ય