________________
ક્રિયામાં લીન બનતો, સર્વગુણને પ્રગટ કરવાની તાલાવેલી જગાડતો, વીતરાગદશાનો અનુભવ કરવા ક્ષમા, નિર્લોભતા, માર્દવ, આર્જવ, ભાવ સત્ય, કરણસત્ય, યોગ સત્ય પ્રાપ્ત કરી મન, વચન, કાયાને ગોપવતો, મન, વચન, કાયાની સમતુલ્યતા જાળવતો, જ્ઞાન સંપન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન બની, પાંચેય ઇન્દ્રિયોનો નિગ્રહ કરતો, કષાય ઉપર વિજય મેળવતો, રાગ-દ્વેષના બીયારણને શોધી શુક્લધ્યાનની અગ્નિથી બાળી, શેલેશીકરણના શિખરે પહોંચી પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. તે પ્રગટ કર્યા પછી સંપૂર્ણ કર્મનો ક્ષય કરી મોક્ષગામી બની જાય છે. સમ્યક્ પરાક્રમનું આ અધ્યયન આત્માના અનંતગુણો પ્રગટ કરવાના ૭૩ પગથિયા દર્શાવે છે, આત્મજયી પુરુષ જીવદ્રવ્યને અજીવથી જુદુ પાડી લોકના અગ્રભાગ પર કેમ પહોંચે છે, તેનું દિશાસૂચન દેવાધિદેવે દર્શાવ્યું છે. તેને વાંચીને પાઠકો ! સમ્યક પરાક્રમી બનો. * દસમી કળાના અજવાળે, કર્મ સંગ્રામના ખેલાડી સાધકે યોદ્ધાની આયુધશાળાને જોવાની છે, તપરૂપ શસ્ત્ર કેવા પ્રકારના હોય, તેનું વિવિધ વર્ણન દર્શાવ્યું છે. એક-એક શસ્ત્રથી કરોડો કર્મરૂપ યોદ્ધાઓ ઢળી પડે, આવી તીક્ષ્ણધારવાળા હથિયારો હાથમાં ઝાલનાર યોદ્ધાની તાલિમ આ અધ્યયનમાં દર્શાવી છે. ૩૭ ગાથાથી તેની ફોર્મ્યુલા વાંચવા સાબદા થાઓ. આ ૩૦મા અધ્યયનમાં વર્ણવેલી તપ સાધના દ્વારા સાધક ત્રીસ પ્રકારના મોહનીયના સ્થાનોનો પ્રથમ નાશ કરે છે, પછી જ વીતરાગ બને છે. * અગિયારમી કળાના અજવાળે, સાધક યોદ્ધાને હથિયારનું જાણપણું આપ્યા પછી બળવાન એવા કર્મશત્રુઓની ઓળખ અસંયમથી લઈને તેત્રીસ બોલ સુધીની ૨૧ ગાથામાં કરાવી છે. તેને ખ્યાલમાં લઈને આશાતનાના ભાવોથી બચો. કે બારમી કળાના અજવાળે, ગણધર સ્થવિરભગવંતોએ સાધક અણગાર યોદ્ધાને, કર્મશત્રુ રાજાની જાળમાં ફસાઈ ન જાય, તે માટે ખાસ-ખાસ શિખામણ દષ્ટાંતો દ્વારા ૧૧૧ ગાથાથી આપી છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લંપટ બનેલા પ્રમાદી આત્માઓ હમેશાં સંસારના કેદી થઈ જાય છે. તે જાળમાંથી બહાર નીકળવાનું, જાણપણું કરાવ્યું છે તેની નોંધ પાઠકગણ અધ્યયનમાં વાંચીને હૃદયમાં લખે. કે તેરમી કળાના અજવાળે સ્થવિર ભગવંતો અણગારોને કર્મરાજાના પરિવારની જાણકારી કરાવી રહ્યાં છે. કઈ કઈ કર્મ પ્રકૃત્તિ બુદ્ધિની બાહોશતાને બહેરી કરે છે, દર્શનની શક્તિને હરી લે છે, આત્માની અવ્યાબાધ શક્તિને અટકાવી દે છે, આત્માની દશાને રાગ દ્વેષમય બનાવે છે, નિરંજનદશાને રોકી રંજન કરે છે, ભવભ્રમણની જંજીર પહેરાવે છે, અમૂર્તને મૂર્તિના વાઘા પહેરાવે છે. ગુલઘુ બનાવી અનંતશક્તિને રોકી વીર્યહીનતાના આભૂષણો સજાવે છે. આ રીતે જ્ઞાના- વરણીયથી અંતરાય સુધીની દરેક પ્રકૃતિનું દર્શન
36