________________
( 5.
જાપ જપીને કહે છે કે હું આવી ગયો છું, કોઈ મુનિરાજ પૂછે છે પ્રભો! હું શું કરું સ્વાધ્યાય કે વૈયાવચ્ચ, તો કોઈ મુનિરાજ બીજા સંતના કાર્યમાં જોડાઉં કે નહીં તે પૂછે છે અને કોઈ સાધક ગુરુ ભગવંતે આપેલા આહાર માટે વડીલ સંતને આમંત્રણ આપીને કહે છે, પ્રભુ મને તારો, મારો આહાર સ્વીકારો, આ રીતે ઈચ્છા પ્રગટ કરે છે, તો કોઈ કહે છે કે મારે આ તપ કરવાની ઇચ્છા છે, કોઈ લાગેલા પાપનું પ્રાયશ્ચિત લેવા મિચ્છાકાર બોલે છે, કોઈ ગુરુદેવનો ઉપદેશ આજ્ઞા ઝીલતો તથ્યકાર કહે છે, તો કોઈ ગુરુદેવ પધારે ત્યારે ઊભો થાય છે, કોઈ સેવા-પર્યાપાસના કરી અનન્ય લાભ લે છે.
આ રીતે છવ્વીસમું અધ્યયન સાધકની દિનચર્યા, રાત્રિચર્યાના કાર્યમાં રત મુનિરાજોને કલરવ કરાવતું ભારંડપક્ષી સમ અપ્રમત્ત દશામાં ઝુલાવતું, વૃંદાવન સમું, કાળનું માપ દર્શાવતું, સાધક જીવનની જાત્રા-માત્રાનું જીવતું જાગતું ઘટિકાયંત્ર છે. આ યંત્ર પ્રમાણે સાધકના દસ મંત્રો સહિતની ક્રિયા કલાપવાળી ૫૩ ગાથાની સમાચારી જોઈ સાધક કાર્ય કરે તો તે સંયમી જીવન સુખપૂર્વક સફળ બની શકે છે. * સાતમી કળાના પ્રકાશમાં જુઓ, જે સાધક જીવનને વફાદાર રહેતો નથી, તે રાહ ઉપરથી નીચે ઉતરી જાય છે. સમાચારી પ્રમાણે આચરણ કરતો નથી, તે પોતે દુઃખી થાય છે અને ગુદેવોની અશાતના કરી અને લોક બગાડે છે. તેને ગળિયા બળદની ઉપમાથી ઉપમિત કર્યા છે. ગુરૂભગવંત કેવા શાંત = સમરસી, સમાધિમય જીવન જીવે છે અને શિષ્ય તેની સામે અવિનયનો કેવો કાદવ ઉછાળે છે! અંતે ગુરુ શિષ્યોનો ત્યાગ કરી સમાધિ સાધી મોક્ષમાં જાય છે. સમાધિ સાધવા કેવો પુરુષાર્થ કરવો જોઈએ, તેની શિક્ષા આપી છે. નિષ્કર્ષ એ જ છે કે સમભાવમાં સંચરણ કરવું, જીવનના દરેક સંયોગનો ત્યાગ કરવો પડે તો કરવો પરંતુ સમભાવ ન જ ગુમાવવો, તેવી ગુરુભગવંતોએ મીઠીમીઠી મીઠાઈ પીરસી છે. ગુરુભગવંતો માટે આ ખાસ ખ્યાલમાં લેવા જેવું છે. શિષ્ય એક હોય કે અનેક, સર્વકાળે શાસન એક જ છે કે કષાયાધીન થવાનું કોઈપણ નિમિત્ત ઉપસ્થિત થાય ત્યારે સમાધિનો માર્ગ શોધી લેવો જોઈએ. આ અધ્યયન ફક્ત ૧૭ ગાથાનું છે. જેને વાંચીને જો આવા કોઈ અવિનય આદિ દુર્ગુણ હોય તો ત્યાગ કરતા શીખો. * આઠમી કળાને અજવાળે જુઓ, મોક્ષમાર્ગની સમાધિ સાધવા અધ્યાત્મ ભાવમાં સરકવું પડે છે. ત્યારે ત્યાં કષાયથી બાંધેલા કર્મજગતના અંધારામાં જ્ઞાન-દર્શનની જ્યોત કેમ જગાડવી, જીવના લક્ષણો, અજીવના લક્ષણો તે બન્ને એક સાથે એક ક્ષેત્રે રહ્યાં છે, તેને અલગ રીતે કેમ ઓળખવા? તેનું વર્ણન છે. તે ઉપરાંત છ દ્રવ્યના સહકારે ઉપચારથી થતી ક્રિયા કેવો ભાવ ભજવે છે, ચાર દ્રવ્ય તો ઉદાસીન દ્રવ્ય છે. જીવ અને પુદ્ગલ આ