________________
[ ૩૧૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
આઠ કર્મોના નામ :
णाणस्सावरिणज्ज, दंसणावरणं तहा । वेयणिज्जं तहा मोहं, आउकम्मं तहेव य ॥ णामकम्मं च गोयं च, अंतरायं तहेव य ।
एवमेयाई कम्माई, अद्वेव उ समासओ ॥ શબ્દાર્થ - બળવળ = જ્ઞાનને આવૃત્ત કરનાર જ્ઞાનાવરણીય સંસMાવરખ = દર્શનને આવૃત્ત કરનાર, દર્શનાવરણીય વેર્યાપિ = વેદનીય મોટું = મોહનીય આયુમ્ન = આયુષ્યકર્મ ગામ = નામકર્મ નોર્થ = ગોત્રકર્મ અંતરાયે = અંતરાયકર્મ પર્વ = આ રીતે પાછું = આ સનાતો = સંક્ષેપથી ગદ્દેવ = આઠ જ મારું = કર્મ છે. ભાવાર્થ :- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને અંતરાયકર્મ. આ રીતે સંક્ષેપમાં આઠ કર્મ છે. / ૨-૩ . વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં કર્મોની આઠ મૂળ પ્રકૃતિઓના નામ દર્શાવ્યા છે. કર્મબંધની પ્રકિયા - આ લોકમાં આઠ પ્રકારની વર્ગણાના પુદ્ગલો ભર્યા છે. તેમાં એક કાર્મણ વર્ગણાકર્મ યોગ્ય પુગલો છે. તે પણ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. કષાય અને યોગના નિમિત્તથી આત્મપ્રદેશોમાં કંપન થાય છે. તે કંપની દ્વારા આત્મપ્રદેશો પર રહેલા કાશ્મણ વર્ગણાના પુદ્ગલો આત્મા સાથે એકમેક થઈને સંયોગ સંબંધથી બંધાઈ જાય છે. કાર્પણ વર્ગણાના પુગલો જ્યાં સુધી જીવે ગ્રહણ કર્યા ન હોય, ત્યાં સુધી તે કર્મ કહેવાતા નથી. પરંતુ જીવ જ્યારે પોતાના વિકારી ભાવોથી તે પુલોને ગ્રહણ કરીને આત્મા સાથે એકમેક કરે ત્યારે જ તે કર્મનું રૂપ ધારણ કરે છે. કર્મબંધના ચાર પ્રકાર :- કર્મ બંધાય તે પૂર્વે કાર્મણ વર્ગણામાં જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનું કે અન્ય કોઈ પણ પ્રકારનું વિભાજન હોતું નથી પરંતુ કર્મબંધ થાય, તે જ સમયે તેના ચાર પ્રકાર થાય છે(૧) કર્મોની પ્રકૃતિ (૨) કર્મોની સ્થિતિ (૩) કર્મોનો અનુભાગ-ફળ આપવાની તરતમતા (૪) કર્મ વર્ગણાના પુદ્ગલોનો જથ્થો. તેને જ ચાર પ્રકારનો બંધ કહેવાય છે.
પૂર્વાચાર્યોએ ચાર પ્રકારના બંધની પ્રક્રિયાને મોદકના દષ્ટાંતથી સમજાવી છે. યથા(૧) પ્રકૃતિ બંધ – સૂંઠ, સાકર, ઘી વગેરે અનેક દ્રવ્યોનો સંયોગ કરીને મોદક બનાવ્યો હોય. તેમાં જો સૂંઠની પ્રધાનતા હોય, તો તે વાયુનો નાશ કરે, જીરું વગેરે ઠંડા પદાર્થોની પ્રધાનતા હોય, તો તે પિત્તનો નાશ કરે. આ રીતે મોદકમાં જે દ્રવ્યની પ્રધાનતા હોય, તે પ્રમાણે તેનો સ્વભાવ હોય. તે જ રીતે ગ્રહણ કરેલા કર્મ પુલોનો સ્વભાવ કેવો થશે? તે જ્ઞાનને આવરણ કરશે? દર્શનને આવરણ કરશે? વગેરે તેના સ્વભાવાનુસાર તેનું કાર્ય નિશ્ચિત થાય છે; તેને પ્રકૃતિબંધ કહે છે. તેના મૂળ આઠ પ્રકાર છે– જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય. (૨) સ્થિતિ બંધ:- મોદકની કાલમર્યાદા ભિન્ન ભિન્ન હોય છે, કેટલાક મોદક પંદર દિવસ સુધી રહે છે, કેટલાક આઠ દિવસમાં ખરાબ થઈ જાય છે. તે જ રીતે બંધાયેલા કર્મો આત્મા સાથે કેટલો સમય રહેશે