________________
પ્રમાદસ્થાન
[ ૩૦૭ ]
ષના ભાવો ભરેલા છે; તેના સંસ્કારવશ જીવ શબ્દ, રૂપ, ગંધ, રસ કે સ્પર્શમાં પ્રિય-અપ્રિય ભાવોનું આરોપણ કરે છે. એક જ શબ્દ એક વ્યક્તિને પ્રિય લાગવાથી રાગનું કારણ બને છે અને બીજી વ્યક્તિને તે જ શબ્દ અપ્રિય લાગવાથી દ્વેષનું કારણ બને છે. તેથી સ્પષ્ટ થાય છે કે શબ્દમાં પ્રિય કે અપ્રિયપણું નથી પરંતુ વ્યક્તિ પોતાના ભાવ અનુસાર તેમાં પ્રિય-અપ્રિયપણાનું આરોપણ કરીને પ્રિય-અપ્રિય ભાવોનો અનુભવ કરે છે. જ શ્વાનોના સમર્થ કવિ - કામભોગ એટલે ઇન્દ્રિયના વિષયો સમભાવ કે વિષમભાવ ઉત્પન્ન કરી શકતા નથી. પરંતુ જે વ્યક્તિ તે વિષયોને ગ્રહણ કરે છે, તેની પાત્રતા અનુસાર, તેના મોહનીય કર્માનુસાર તેમાં રાગ કે દ્વેષના ભાવો અને વિકારો ઉત્પન્ન થાય છે. વીતરાગી પુરુષની સમક્ષ તો સમગ્ર લોકના વિષયો છે પરંતુ તેનું મોહનીય કર્મ નાશ પામી ગયું હોવાથી તેને તે વિષયોમાં રાગ કે દ્વેષ થતા નથી. આવા વમાને - સરાગી વ્યક્તિ મોહનીયકર્મના ઉદયને આધીન બનીને વિષયોમાં રાગ-દ્વેષ કરે છે, તેમજ તેને રાગ દ્વેષની સાથે મોહનીય કર્મજન્ય ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, વેદ વગેરે કષાય અને નોકષાયના ભાવો ઉત્પન્ન થાય છે. અન્ય પણ અનેક રીતે દુર્દશાને પ્રાપ્ત થતાં તે જીવ દીન, હીન, નિઃસહાય બની જાય છે. અરતિ અને શોકમાં અંતર - અરતિમાં આવ્યંતર અપ્રસન્નતા છે અને તે મન સાથે સંબંધિત છે; જ્યારે શોકમાં આવ્યંતર અપ્રસન્નતા બહાર પ્રગટ થાય છે અને તે મન, વચન, કાયા ત્રણે ય સાથે સંબંધિત છે. ઇચ્છા નિયંત્રણ:न कप्पं ण इच्छिज्ज सहायलिच्छू, पच्छाणुतावे ण तवप्पभावं ।
एवं वियारे अमियप्पयारे, आवज्जइ इंदियचोर वस्से ॥ શબ્દાર્થ:- સતિષ્ણુ = પોતાની સેવા કરાવવા માટે સહાયક, વM = કલ્પ એટલે શ્રમણ, શિષ્યની છન્ન = ઇચ્છા ન કરે પછી = વ્રત અને તપ અંગીકાર કર્યા પછી ન કપુતાવે = અનુતાપ(પશ્ચાત્તાપ) ન કરે તેવખમાંવ = તપના પ્રભાવની ઈચ્છા ન કરે પર્વ = આ પ્રકારે (ઈચ્છા કરવાથી) ત્રિોવરે = ઇન્દ્રિયરૂપી ચોરોને વશીભૂત બનેલો જીવ વિખયારે = અમિત પ્રકારે, અનેક પ્રકારના વિદ્યારે = વિકારોને, વિચારોને આવશ્વ = પ્રાપ્ત થાય છે. ભાવાર્થ – સાધનાશીલ મુનિ પોતાના કાર્યોમાં સહાય માટે અન્ય શ્રમણની પણ ઇચ્છા ન કરે, સ્વાવલંબી બને. સંયમ પાલન કરતાં કોઈપણ ઉપલબ્ધિ ન થાય તો પશ્ચાત્તાપ ન કરે અને તપના પ્રભાવની ઇચ્છા પણ ન કરે. કારણ કે આ રીતે ઇચ્છાઓ કરવાથી સાધક ઇન્દ્રિયરૂપ ચોરને વશીભૂત થઈને ગણનાતીત વિચારોને, ઈચ્છાઓને પ્રાપ્ત કરે છે. એક-એક ઈચ્છા અનેક ઈચ્છાઓને ઉત્પન્ન કરે છે.
का तओ से जायंति पओयणाई, णिमज्जिउं मोहमहण्णवम्मि ।
9 सुहेसिणो दुक्खविणोयणट्ठा, तप्पच्चयं उज्जमए य रागी ॥ શબ્દાર્થ-તવિકારોત્પત્તિ થયા પછી તેને ગોદ મહાઇવન- મોહમહાર્ણવ, મહામોહરૂપી સાગરમાં બિરું= ડૂબાડી દેવા માટે પોયગા= વિષયસેવનાદિ પ્રયોજન, નિમિત્તો નાતિ = ઉત્પન્ન થાય છે જુતિ = સુખને ઇચ્છનાર, રાજા = રાગદ્વેષવાળો તે જીવ દુનિયાકૂ =