________________
૨૪૦
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
માખણ તથા મધ આદિ મહાવિગયોનું ગ્રહણ થાય છે. આ કોઈપણ વિગયોનો ત્યાગ કરવો તે રસ પરિત્યાગ તપ છે. તેનાથી ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે અને કામ સંબંધી ઉત્તેજના શાન્ત થાય છે.
પળીય :- પ્રીતમ્-અતિવૃંદમ્ । અત્યંત બલવર્ધક, ઘી, તેલ આદિથી તરબોળ જે ભોજનથી શરીરમાં સપ્ત ધાતુઓની વૃદ્ધિ થાય તે પ્રણીત ભોજન છે. આ શબ્દ ક્ષીર(દૂધ) આદિનું અને પાનભોજનનું વિશેષણ પણ ગણી શકાય. બંને માટે બળવર્ધક અને પૌષ્ટિક અર્થ પ્રાસંગિક છે. બલવર્ધક રસ ઝરતા ભોજન કરવાથી ચિત્તમાં વિષયવિકાર વધે છે. તેથી બ્રહ્મચર્યની સુરક્ષા માટે પણ આ તપ ઉપયોગી થાય છે. પાળ ભોયળ :- આ શબ્દનો શાબ્દિક અર્થ પાણી અને ભોજન થાય છે પરંતુ પ્રસંગ અનુસાર પેય—સર્વ પ્રકારના પીવા યોગ્ય પદાર્થો, સર્વ પીણાનો સમાવેશ પાળ શબ્દમાં થાય છે અને ખાવા યોગ્ય સર્વ પદાર્થોનો સમાવેશ મોયળ શબ્દમાં થાય છે. તેની સાથે 'પ્રણીત' વિશેષણ જોડતા બલવર્ધક પેય પદાર્થો અને બળવર્ધક ખાદ્ય પદાર્થો એવો અર્થ થાય છે.
·
પરવળ રસાળ ઃ- સ્વાદિષ્ટ ભોજન, મોદક વગેરે મિષ્ટાન્ન તથા ખાજા વગેરે ફરસાણના પદાર્થો રસયુક્ત કહેવાય છે. તે પદાર્થોનું પરિવર્જન એટલે ત્યાગ કરવો. પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં વિગય ત્યાગનું કચન છે અને ઉત્તરાર્ધમાં સર્વ સ્વાદિષ્ટ પટ્રસયુક્ત ભોજનના ત્યાગનું કથન છે. તે બંને પ્રકારના ત્યાગથી રસપરિત્યાગ તપ થાય છે. આ રીતે અનેક પદાર્થોનો ત્યાગ કરી ખાધ પદાર્થોની મર્યાદા કરવી, નીવી અને આબિલ તપ કરવા, તે સર્વનો આ રસ પરિત્યાગ તપમાં સમાવેશ થાય છે.
(૫) બાહ્ય તપ : કાયક્લેશ તપઃ
२७
ठाणा वीरासणाइया, जीवस्स उ सुहावहा ! उग्गा जहा धरिज्जति, कायकिलेस तमाहियं ॥
શબ્દાર્થ:- નીવલ્સ = જીવને માટે સુહાવા = ભવિષ્યમાં સુખકારી ૩T = ઉગ્ર, કઠોર વીરાસળા = વીરાસન આયા = કેશ લોચ, ગોદુહાસન વગેરે વાળા = સ્થાન નહીં = જે પ્રકારે ધરિષ્કૃતિ- સેવન કરાય છે તેં – તે વાર્તાવનેલું = કાયકલેશ નામનું તપ આદિત્ય - કહ્યું છે.
=
ભાવાર્થ :- આત્માને સુખાકારી વીરાસન, ગોદુહાસન વગેરે જે કઠિન આસનોનો સ્વીકાર કરવામાં આવે છે, તે કાયક્લેશ તપ છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં બાહ્યતપના પાંચમા ભેદરૂપે કાયક્લેશતપનું નિરૂપણ છે.
કાય ક્લેશ ઃ– શરીરનું મમત્વ છોડી નિર્જરાના લક્ષે કષ્ટ સહિષ્ણુ ચવાની સાધનાઓ કાયક્લેશ તપ કહેવાય છે. ટાળા વીરાસળાવા ઃ- પ્રસ્તુત ગાથામાં કાયક્લેશ તપનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં વીરાસન આદિ વિવિધ પ્રકારના આસનોનું જ કથન છે. તેમ છતાં કેશવુંચન, પાદવિહાર વગેરે સંયમના કષ્ટ સાધ્ય નિયમો તેમજ આતાપના વગેરે ઉગ્ર સાધનાઓ આ તપમાં સમાવિષ્ટ થાય છે. વીરાસન, ઉંકડુ આસન, વજાસન વગેરે, એક જ આસન પર દીર્ઘકાલ સુધી રહેવું અત્યંત કઠિન છે. તેમજ આજીવન કે લાંબાકાળ સુધી બેસવું નહીં, સૂવું નહીં વગેરે પણ કઠિન સાધનાઓ કાયક્લેશ છે. તે સાધનામાં અનુભવાતાં કષ્ટને સાધક કર્મક્ષયના લો સમભાવપૂર્વક સહન કરે છે. તેનાથી કર્મોની મહાન નિર્જરા થાય છે, તેમજ વિવિધ