________________
સમ્યક્ પરાક્રમ
૧૯૭
બંનેમાં આહારનો ત્યાગ હોવા છતાં કંઈક તફાવત છે.
આહાર પ્રત્યાખ્યાન અલ્પકાલિક અને મર્યાદિત સમયના અનશનરૂપ હોય છે, જેમાં નિર્દોષ ઉગ્ર તપસ્યા કરવામાં આવે છે પરંતુ ભક્ત પ્રત્યાખ્યાન સ્વેચ્છાથી, દઢમનોબળથી, કોઈ પણ પ્રકારના આવેશ વિના, સમભાવપૂર્વક, જીવન પર્યંતના અનશનરૂપ હોય છે. શરીરનો આધાર આહાર છે, અનશનથી આહારની આસક્તિ જ છૂટી જાય છે અને શરીરનું મમત્વ મંદ થાય છે; તેના પરિણામે જન્મ મરણની પરંપરા અત્ય૫ થઈ જાય છે. તે જ ભક્ત પ્રત્યાખ્યાનનો મુખ્ય લાભ છે. આજીવન અનશનની આરાધના કરવાથી જીવનું પંડિત મરણ થાય છે. અહીં ભક્ત પ્રત્યાખ્યાન શબ્દ સમુચ્ચય રીતે પ્રયુક્ત છે. તેનાથી પાદપોપગમન આદિ ત્રણે ય પ્રકારના પંડિતમરણ સમજી લેવા જોઈએ.
સંક્ષેપમાં મર્યાદિત સમય માટે આહાર ત્યાગ કરનારની આહારની આસક્તિ ઘટે છે અને જ્યારે જીવનપર્યંત આહાર ત્યાગ કરનારની જન્મ-મરણની પરંપરા ઘટી જાય છે.
સદ્ભાવ પ્રત્યાખ્યાનઃ
४३ सब्भाव-पच्चक्खाणं भंते ! जीवे किं जणयइ ?
सब्भाव-पच्चक्खाणेणं अणियट्टिं जणयइ । अणियट्टिं पडिवण्णे य अणगारे પત્તાર જેવલિમણે હવે, તેં બહા- વેળાં, આય, ગામ, ગોય । તમો पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिणिव्वायइ सव्वदुक्खाणमंत करे ।
=
શબ્દાર્થ:- સન્માવ-પત્ત્વવાળેળ - સદ્ભાવ પ્રત્યાખ્યાનથી, નાડી સ્પંદન આદિ પ્રવૃત્તિ માત્રના ત્યાગથી અપિયěિ = અનિવૃત્તિકરણને, પાછા ન ફરવાની અવસ્થાને નળયજ્ઞ = પ્રાપ્ત કરે છે અખિયટ્ટિ પહિવળે - અનિવૃત્તિકરણને, શૈલેશી અવસ્થાને પ્રાપ્ત અળરે = અણગાર ચત્તર = ચાર વહિમ્મત્તે = કેવળી અવસ્થામાં બાકી રહેલા ભવોપગ્રાહી અઘાતી કર્મોનો વેક્ = ક્ષય કરે છે તેં નCT = તે આ પ્રમાણે છે લેગિન્ગ = વેદનીય આયં = આયુષ્ય ગામ = નામ હોય = ગોત્ર તો ત્યાર પ∞ા = બાદ સિન્નદ્ = સિદ્ધ થાય છે વુન્નરૂ = જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે મુત્ત્વજ્ઞ = કર્મોથી મુક્ત થઈ જાય છે પિિપવ્વાયફ્ = પરમ શાંતિ, સમાધિમય, શીતલીભૂત અવસ્થાને પામે છે સવ્વવુવાળ - સર્વ દુઃખોનો અંત રેફ્ = અંત કરે છે.
=
=
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સદ્ભાવ પ્રત્યાખ્યાન અર્થાત્ સૂક્ષ્મ-સ્થૂલ શરીરની પ્રવૃત્તિ માત્રનો ત્યાગ કરવાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર– સદ્ભાવ પ્રત્યાખ્યાનથી એટલે પ્રવૃત્તિનો ત્યાગ કરવાથી કેવળી ભગવંતોને અનિવૃત્તિ નામનો શુક્લ ધ્યાનનો ચોથો પાયો પ્રાપ્ત થાય છે. અનિવૃત્તિ નામના શુક્લ ધ્યાનના ચોથા પાયાને પ્રાપ્ત કરનાર મુનિ શેષ રહેલા વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર, તે ચાર અઘાતી કર્મોને નષ્ટ કરે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે, જ્ઞાન સ્વરૂપ બની જાય છે. કર્મોથી મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. વિવેચનઃ
શરીર સંબંધી બાહ્ય પ્રવૃત્તિ અને આત્યંતર સંચારરૂપ સંપૂર્ણ પ્રવૃત્તિના પરિત્યાગનું નામ સદ્ભાવ પ્રત્યાખ્યાન છે. જે સમયે આત્માને કોઈ પ્રકારની ક્રિયા બાકી રહેતી નથી અને સર્વ પ્રકારે સંવરભાવની