________________
૯૪
બ્રાહ્મણત્વનું સ્વરૂપ સારી રીતે સમજાવ્યું છે.
३८ तुब्भे जइया जण्णाणं, तुब्भे वेयविऊ विऊ । जोइसंगविऊ तुब्भे, तुब्भे धम्माण पारगा ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
શબ્દાર્થઃ-તુભે- તમે જ ગાળ = યજ્ઞોના ગા= કરનારા છો વેવિ= વેદોના જ્ઞાતા વિ=વિદ્વાન નોસનવિન = જ્યોતિષ શાસ્ત્ર અને તેના અંગને જાણનારા ધમ્માળ = ધર્મોના પાRIT = પારગામી છો.
ભાવાર્થ :– [વિજયઘોષ બ્રાહ્મણ કહે છે] તમે જ ભાવ યજ્ઞોના કર્તા યાજ્ઞિક છો, તમે જ વેદના જાણકાર છો, વિદ્વાન છો, તમે જ જ્યોતિષ શાસ્ત્ર અને તેના અંગોના જાણકાર છો અને તમે જ ધર્મના પારગામીપારંગત છો.
३९
શબ્દાર્થ:- તેં – તે માટે મિજવુ 3ત્તમા = હે ઉત્તમ ભિક્ષુ ! મિત્તેળ - ભિક્ષા ગ્રહણ કરીને અન્ત્ = અમારા ઉપર અણુદ = અનુગ્રહ હ = કરો.
तुब्भे समत्था समुद्धत्तुं, परमप्पाणमेव य ।
तमणुग्गहं करेहम्हं, भिक्खेण भिक्खु उत्तमा ॥
ભાવાર્થ :- તમે, તમારો અને બીજાઓનો ઉદ્ધાર કરવા સમર્થ છો, તેથી હે શ્રેષ્ઠ ભિક્ષુ ! ભિક્ષા સ્વીકારી અમારા ઉપર અનુગ્રહ કરો.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સંશયના સમાધાન પછી વિજયઘોષ બ્રાહ્મણના જયઘોષ મુનિ સાથેના ગુણ સ્તુતિપૂર્વકના નમ્ર વ્યવહારનું દિગ્દર્શન છે.
વિજયઘોષ યાજ્ઞિક હળુકર્મી અને ચરમ શરીરી જીવ હતા. તેથી કોઈપણ પ્રકારના આગ્રહ વિના સત્ય તત્ત્વને સમજવાનો પ્રયત્ન કર્યો અને તત્ત્વ સમજાઈ જતાં તેને પૂર્ણ પ્રસન્નતાથી સ્વીકારી લીધું. એટલું જ નહીં પણ પોતાની અજ્ઞાનાવસ્થામાં જયઘોષ મુનિ સાથે કરેલા આહાર-દાન નિષેધ રૂપ અનુચિત્ત વ્યવહારનું પરિવર્તન કરી મુનિને આહાર ગ્રહણ કરવા માટે વિનંતિ કરી તેમજ જયઘોષ મુનિના જ્ઞાનની મહત્તા સમજાઈ જવાથી તેમની ભાવ યુક્ત ગુણસ્તુતિ કરવા લાગ્યા. જેમ કે–
હે મુનિવર ! જે યજ્ઞમાં કર્મોની આહૂતિ અપાય છે તેવા યથાર્થ ભાવ યજ્ઞના યજ્ઞકર્તા આપ છો. જેના દ્વારા આત્મશુદ્ધિનું જ્ઞાન થાય તેવી સાચી વેદવિધાના જ્ઞાતા આપ છો. જ્યોતિષી દેવોની ગતિના કારણે વ્યવહારિક કાળગણના થાય અને તેના આધારે સ્વાધ્યાયના કાળ-અકાળનો નિર્ણય થાય તેવા જ્યોતિષાંગ શાનના જ્ઞાતા આપ છો. સંયમ અને તપરૂપી ધર્મના આપ પારગામી છો. આપ ઉપરોક્ત ગુણોના ધારક હોવાથી સ્વ અને પરનો ઉદ્ધાર કરવામા સમર્થ છો. આપ મુધાજીવી-નિસ્પૃહભાવે, નાના-મોટાના ભેદભાવ વિના અજ્ઞાત કુલોમાંથી ભિક્ષા ગ્રહણ કરનાર હોવાથી શ્રેષ્ઠ ભિક્ષુ છો. માટે અમારી પાસેથી ભિક્ષા ગ્રહણ કરી અમારા પર કૃપા કરો.
આ રીતે જયઘોષ મુનિનો પોતાના ભાઈ તરીકે તેમજ એક મહાન જ્ઞાની સંત તરીકે પરિચય થતાં વિજયઘોષ બ્રાહ્મણના જીવનનું પરિવર્તન થઈ ગયું.