________________
શ્રુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર
સૂર્યનો ઉદય થાય અને સૂર્યમુખી ફૂલો ખીલીને પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે. પૂનમની રાત્રે ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠે, તે જ રીતે સંસારમાં, કુટુંબ, પરિવાર, વ્યાપાર, ધંધા અને ભૌતિક જગતમાં આનંદ પ્રમોદ કરતું સામાન્ય મનુષ્યોનું જીવન કોઇપણ પ્રકારના લક્ષ્ય વિના પસાર થતું હોય છે. પણ, તેમાં સદ્ગુરુરૂપી સૂર્યનો ઉદય થાય છે ત્યારે કોઇ સદ્ભાગી જીવોના હૃદયકમળ ખીલી ઊઠે છે અને તેની સૌરભ આસપાસના લોકોને પણ મનોહર લાગે છે, મનને પ્રસન્નતા આપે છે.
આ ગુરુભક્તનું જીવન પણ પુણ્યયોગે સર્વ પ્રકારની અનુકૂળતાથી સંપન્ન હોવા છતાં લક્ષ્ય રહીત હતું. તેમાં પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. રૂપી સૂર્યનો પ્રવેશ થયો. તેમના પ્રભાવે જીવનની દિશા બદલાઇ ગઇ. લક્ષ્ય નિશ્ચિત થઇ ગયું. ભૌતિક દુનિયાથી આધ્યાત્મિક જગતનું વધારે મહત્વ સમજાઇ ગયું.
સંપૂર્ણ પરિવાર શ્રદ્ધાપૂર્વક પૂ. ગુરુદેવને સમર્પિત થઇ ગયા. જેમ જેમ સમય વ્યતીત થયો તેમ તેમ ભક્તિભાવ અને સમર્પણ ભાવ વૃદ્ધિંગત થવા લાગ્યા અને સમય, શક્તિ તથા સંપત્તિને સત્કાર્યમાં વાપરવાના ભાવ પ્રગટતા ગયા.
પૂ. ગુરુદેવે તેમની આધ્યાત્મિક શક્તિને ઉજાગર કરવા લુક એન લર્ન જૈન જ્ઞાનધામમાં ‘દીદી’ તરીકે નિમણૂક કરી. સ્વયં સમજણ પ્રાપ્ત કરવાની સાથે બાળકોમાં સંસ્કાર સિંચન કરવાની અણમૂલી તક આપી.
સંપૂર્ણ પરિવાર પૂ. ગુરુદેવના રંગે રંગાયો. ઘરમાં નાના બાળકોથી લઇને વડિલો સુધીના બધાની રહેણીકરણી આદિ સમગ્ર જીવનમાં પરિવર્તન આવ્યું.
પૂ. ગુરુદેવના ૩૯મા જન્મદિને કુમારી નિર્જરીને ગુરુકૃપાએ પૂ. ગુરુદેવને આગમની અમૂલ્ય । ભેટ અર્પણ કરવાના ભાવ જાગૃત થયા અને કામદાર પરિવાર આગમના શ્રુતધાર તરીકે લાભ લઇ રહ્યા છે. તેઓની ગુરુભક્તિની અમે વારંવાર અનુમોદના કરીએ છીએ.
ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM
7