________________
[ પર |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ભાવાર્થ:- કેશીકુમાર શ્રમણે ગૌતમસ્વામીને પૂછ્યું કે આપ અશ્વ કોને કહો છો? આ પ્રમાણે પૂછતાં કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું. 1 मणो साहस्सिओ भीमो, दुट्ठस्सो परिधावइ ।
त सम्म तु णिगिण्हामि, धम्मसिक्खाए कथग ॥ શબ્દાર્થ :- મો = મનરૂપી સાહસિ = સાહસિક બનો = ભયાનક લુક = દુષ્ટ અશ્વ પરિવાવ = ચારે બાજુ ભાગ દોડ કરે છે તથા = જાતિવાન ઘોડો શિક્ષાથી સુધરી જાય છે સં = આ મનરૂપી ઘોડાનેસમે= સમ્યક પ્રકારે થમસિવા= ધર્મશિક્ષા દ્વારા જિલ્લામિક વશમાં રાખું છું. ભાવાર્થ:- (ગૌતમ સ્વામી કહે છે) મન સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ છે. તે ચારેબાજુ ભાગે છે. તેને હું સમ્યક્ પ્રકારે ધર્મશિક્ષાથી વશ કરું છું, તેથી તે મન જાતિવાન અશ્વ જેવું થઈ ગયું છે. a साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
अण्णो वि संसओ मज्झ, तं मे कहसु गोयमा ॥ ભાવાર્થ:- (કેશીકુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારો આ સંશય દૂર કર્યો છે. પરંતુ હે ગૌતમ! મને બીજો પણ સંશય છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં કેશીસ્વામીનો સાતમો પ્રશ્ન છે કે મન ચંચળ અશ્વની જેમ ચારે બાજુ ભટકી રહ્યું છે, દુષ્ટ સ્વભાવવાળો ઘોડો ગમે ત્યારે માલિકને દગો આપે જ છે પરંતુ તમે તો તેના પર બેસવા છતાં સીધા માર્ગે ચાલ્યા જાઓ છો, તેનું કારણ શું છે? મળો સદિક્ષિો મનોઃ - મન દુષ્ટ અશ્વની જેમ ચારે બાજુ ભટકયા કરે છે. સૂત્રકારે તેના માટે બે વિશેષણનો પ્રયોગ કર્યો છે. (૧) લાદસ્લિો - તે વિચાર્યા વિના કામ કરનાર અથવા સાહસથી ગમે
ત્યારે ગમે તે કામ કરનાર હોય છે. (૨) મનો- શક્તિશાળી, અચિંત્ય શક્તિમાન છે. અશક્ય અસંભવિત કૃત્યો પણ મન દ્વારા થતા જ રહે છે. મનની ગતિ વાયુની ગતિથી પણ અધિક હોય છે. સ્વાભાવિક રીતે મન બહુજ ચંચળ હોય છે. તેને જો અશ્વની જેમ લગામ દ્વારા વશમાં ન રાખીએ તો તે સહજ રીતે માર્ગ કે ઉન્માર્ગમાં પ્રવૃત્ત થતું જ રહે છે. આવા અસ્થિર મનોયોગ દ્વારા ધર્માચરણ કરવું કઠિન બની જાય છે. ળિ િધસિવાર થi :- દુષ્ટ અશ્વને પણ તેનો માલિક યથાયોગ્ય શિક્ષાથી શિક્ષિત કરીને તેના દ્વારા ઉત્તમોત્તમ કાર્ય કરે છે. તે જ રીતે ધર્મની શિક્ષાથી અતિ ચંચળ મન પણ સ્થિર બની જાય છે. શ્રુતજ્ઞાન રૂપી લગામથી મન જાતિવાન અશ્વની જેમ માલિકને આધીન બની જાય છે. વાચના, પુચ્છના, પરિયટ્ટણા, ધર્મકથા અને અનુપ્રેક્ષા વગેરે મનને સ્થિર કરવાના શ્રેષ્ઠ સાધનો છે. સ્વાધ્યાય દ્વારા સ્થિર થયેલું મન આત્મસાધનામાં સહાયક બને છે. (૮) ઉન્માર્ગ અને સન્માર્ગ:૬.
कुप्पहा बहवे लोए, जेहिं णासंति जंतवो । अद्धाणे कहं वट्टतो, तं ण णाससि गोयमा ।।