________________
એ જ્ઞાત થાય છે કે, તે અધ્યયન નિમિરાજર્ષિ અને કેશી–ગૌતમ દ્વારા વિરચિત નથી. નવમા અધ્યયનની અંતિમ ગાથા છે–સંબુદ્ધો પંડિત, પ્રવિચક્ષણ પુરુષ કામભોગોથી તે જ રીતે નિવૃત્ત થાય છે, જેમ નમિરાજર્ષિ. ત્રેવીસમા અધ્યયનની અંતિમ ગાથા છેસમગ્ર સભા ધર્મચર્ચાથી પરમ સંતુષ્ઠ થઈ. તેથી સન્માર્ગમાં સમુપસ્થિત તેણે ભગવાન કેશી અને ગણધર ગૌતમની સ્તુતિ કરી કે તેઓ બન્ને પ્રસન્ન રહે.
ઉપરોક્ત ચર્ચાનો સારાંશ એ છે કે નિયુક્તિકાર ભદ્રબાહુએ ઉત્તરાધ્યયનને કર્તુત્વની દ્રષ્ટિએ ચાર વર્ગોમાં વિભક્ત કર્યું છે. તેનું તાત્પર્ય એટલું જ છે કે, ભગવાન મહાવીર, કપિલ, નમિ અને કેશીગૌતમના ઉપદેશ અને સંવાદોનો આધાર બનાવી આ અધ્યયનોની રચના થઈ છે. આ અધ્યયનોના રચયિતા કોણ છે? અને તેઓએ આ અધ્યયનોની રચના ક્યારે કરી ? આ પ્રશ્નોનો ઉત્તર ન તો નિર્યુક્તિકાર ભદ્રબાહુએ આપ્યો કે ન ચૂર્ણિકાર જીનદાસગણિ મહત્તરે આપ્યો અને બૃહદ્વૃત્તિકાર શાત્યાચાર્યે પણ આપ્યો નથી.
આધુનિક અનુસંધાન કર્તા(શોધકત) વિદ્વાનોનું એમ માનવું છે કે વર્તમાનમાં જે ઉત્તરાધ્યયન ઉપલબ્ધ છે, તે કોઈ એક વ્યક્તિ વિશેષની રચના નથી. પરંતુ અનેક Wવીર મુનિઓની રચનાનું સંકલન છે. એ નિશ્ચિત છે કે દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ સુધી ઉત્તરાધ્યયન ૩૬ અધ્યયનોનાં રૂપમાં સંકલિત થઈ ગયું હતું. સમવાયાંગ સૂત્રમાં ૩૬ ઉત્તરાધ્યયનોનાં નામનો ઉલ્લેખ છે.
કેટલાક વિદ્વાનોનું એમ પણ માનવું છે કે કલ્પસૂત્ર અનુસાર ઉત્તરાધ્યયનની પ્રરૂપણા ભગવાન મહાવીરે પોતાના નિર્વાણ પૂર્વે પાવાપુરીમાં કરી હતી. આથી એ સિદ્ધ થાય છે કે ભગવાન દ્વારા એ પ્રરૂપિત છે. તેથી આ સૂત્રની ગણના અંગ સાહિત્યમાં થવી જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રની અંતિમ ગાથાને કેટલાક ટીકાકારો આ આશયને સિદ્ધ કરનારી માને છે–"ઉત્તરાધ્યયનનું કથન કરનાર ભગવાન મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા." આ પ્રશ્ન ઘણો જ ગંભીર છે. તેનું સહજ રીતે સમાધાન કરવું મુશ્કેલ છે. તો પણ એટલું ચોક્કસ કહી શકાય છે કે ઉત્તરાધ્યયનનાં કેટલાંક અધ્યયનોની ભગવાન મહાવીરે પ્રરૂપણા કરેલ હતી અને કેટલાક અધ્યયનનું સંકલન ત્યાર પછી સ્થવિરો દ્વારા થયું હતું. દા.ત. કેશી ગૌતમીય અધ્યયનમાં શ્રવણ ભગવાન મહાવીરનો ખૂબ
43