________________
૪૧૦
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વીસમું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત અધ્યયનનું નામ 'મહાનિગ્રંથીય' છે, આ અધ્યયનમાં શ્રમણ નિગ્રંથની સંયમચર્યાનું વર્ણન તેમજ મહાનિગ્રંથ અનાથી મુનિના જીવન અનુભવનું તાત્ત્વિક નિરૂપણ હોવાથી તેનું મહાનિગ્રંથ સાર્થક નામ પ્રસિદ્ધ થયું છે.
પ્રસ્તુત અધ્યયનમાં શ્રેણિક રાજાએ મુનિને યુવાનવયમાં સંયમ સ્વીકારનું કારણ પૂછયું, તેના ઉત્તરમાં મનિએ પોતાની અનાથતા અને સનાથતાનું વર્ણન કરી તે અનાથતાનાં વિવિધરૂપ દર્શાવીને સનાથતા–અનાથના રહસ્યનું નિરૂપણ કર્યું છે. અનાથી મનિઃ-મગધસમ્રાટ શ્રેણિક એકવાર ફરવા નીકળ્યા. તેઓ રાજગૃહની બહાર પર્વતની તળેટીમાં આવેલા મોટા મંડિકુક્ષ નામના બાગમાં આવ્યા. ત્યાં ધ્યાનમાં લીન તરુણ વયના એક તેજસ્વી મુનિને જોયા. મુનિનાં અનુપમ સૌંદર્ય, રૂપ, લાવણ્ય, પ્રસન્ન મુખમુદ્રા, ઝળહળતી આત્મજ્યોત અને તરુણવયમાં ત્યાગ દશા જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે મુનિને સવિનય પૂછ્યું- હે મુનિવર ! તમારી યુવાનવય અને સુંદર દેદીપ્યમાન, સ્વસ્થ શરીર સાંસારિક ભોગવિલાસને યોગ્ય છે, આ વયમાં આપ મુનિ કેમ બન્યા? મુનિએ કહ્યું – રાજન્! હું અનાથ અને અસહાય હતો, તેથી સાધુ બન્યો છું. આ ઉત્તર સાંભળી રાજાને વિશ્વાસ ન આવ્યો, તેને વધારે આશ્ચર્ય થયું.
રાજા – આપનું આટલું રૂપ અને શરીર સૌંદર્ય વગેરે ગુણો આપની અનાથતાની કયાં ય સાક્ષી પૂરતાં નથી, અને કદાચ હોય તો પણ તે મુનિ ! લાચારીથી સાધુ થવાનો શો અર્થ? તમારું કોઈ નથી તો હું તમારો નાથ થાઉં છું. તમને આમંત્રણ આપું છું કે આપ મારે ત્યાં રહો. તમારા માટે હું ધન, મહેલ, વૈભવ તથા સુખના બધાં સાધનોની વ્યવસ્થા કરીશ.
મુનિ – રાજનું! તમે પોતે જ અનાથ છો, તો મારા નાથ કઈ રીતે થશો? જે પોતે અનાથ હોય, તે બીજાનો નાથ કેવી રીતે થાય?
રાજા – મુનિનો ઉત્તર સાંભળી મનમાં દુઃખી થતા રાજાએ કહ્યું– હું અપાર સંપત્તિનો સ્વામી છું, રાજપરિવાર, નોકર–ચાકર, સૈનિકો, હાથી, ઘોડા, રથ વગેરેનો માલિક છું, સુખભોગના બધાં સાધનો મારી પાસે છે, તો હું અનાથ કેમ કહેવાઉં?
મનિ - રાજન ! અનાથ–સનાથનો સાચો અર્થ તમે જાણતા નથી. ધન સંપત્તિ કે ઐશ્વર્ય માત્રથી