________________
(૧) દશવૈકાલિક (૨) ઓઘનિયુક્તિ (૩) પિંડનિર્યુક્તિ (૪) ઉત્તરાધ્યયન-એ ચારને મૂળસૂત્ર રૂપે સ્વીકારેલ છે. ભાવ પ્રભસૂરિએ ૧. ઉત્તરાધ્યયન ૨. આવશ્યક ૩. પિંડનિયુક્તિ-ઓઘનિયુક્તિ તથા ૪. દશવૈકાલિક એ ચારને મૂળસૂત્રો માન્યા છે.
પ્રોફેસર બેવર અને પ્રોફેસર બૂલરે (૧) ઉત્તરાધ્યયન (૨) આવશ્યક અને (૩) દશવૈકાલિક. એ ત્રણને મૂળસૂત્ર કહ્યાં છે.
ડૉ. સાર પેન્ટિયર, ડૉ. વિન્ટરનીજ અને ડૉ. ગ્યારીનોએ (૧) ઉત્તરાધ્યયન (ર) આવશ્યક (૩) દશવૈકાલિક તેમજ (૪) પિંડનિર્યુક્તિને મૂળસૂત્રની સંજ્ઞા આપેલ
ડૉ. સુબ્રિગે (૧) ઉત્તરાધ્યયન (૨) દશવૈકાલિક, (૩) આવશ્યક તથા (૪) પિંડનિયુક્તિ તેમજ (૫) ઓઘનિર્યુક્તિ આ પાંચ મૂળસૂત્ર કહેલ છે.
મૂળસુત્ર વિભાગની કલ્પનાનો આધાર શ્રુતપુરુષ પણ હોઈ શકે છે. સર્વ પ્રથમ જિનદાસગણી મહત્તરે શ્રુતપુરુષની કલ્પના કરી છે. (જુઓ આગમ પુરુષનું રંગીન ચિત્ર અગ્રીમ પૃષ્ઠોમાં)
જૈન-આગમ સાહિત્યમાં ઉત્તરાધ્યયન સૂત્રનું સ્થાન :
સામાન્યરૂપે મૂળસૂત્રોની સંખ્યા ચાર છે. મૂળસૂત્રોની સંખ્યા સંબંધમાં વિદ્વાનોમાં મતભેદો છે. તેનો ઉલ્લેખ આગળ કરેલ છે. સંખ્યાના સંબંધમાં ગમે તેટલા મતભેદ હોવા છતાં બધાં વિદ્વાનોએ ઉત્તરાધ્યયનને મૂળસૂત્રરૂપે સ્વીકારેલ છે. શ્રેષ્ઠ અધ્યયનોને કારણે આ સૂત્ર વિશેષ જીવન ઉપયોગી અને જન ઉપયોગી શાસ્ત્ર છે. ઉત્તરાધ્યયનનો શબ્દાર્થ :
'ઉત્તરાધ્યયન'માં બે શબ્દ છે, 'ઉત્તર' અને 'અધ્યયન'. સમવાયાંગમાં છત્તીસ ૩ત્તરાયના આ વાક્ય આવે છે. આ વાક્યમાં ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયનનું પ્રતિપાદન નહીં પરંતુ ૩૬ ઉત્તર અધ્યયન પ્રતિપાદિત કર્યા છે. નંદીસૂત્રમાં પણ "ઉત્તરાડું એમ બહુવચનાત્મક નામ મળે છે. ઉત્તરાધ્યયનની અંતિમ ગાથામાં
40