________________
| અધ્યયન–૧૭: પાપગ્નમણીય
[ ૩૨૧ |
સત્તરમું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત અધ્યયનનું નામ 'પાપ શ્રમણીય' છે. તેમાં પાપશ્રમણના સ્વરૂપનું વર્ણન છે. અહીં પાવ' (પાપ) શબ્દનો અર્થ ખરાબ, અશુદ્ધ કે અયોગ્ય છે અર્થાત્ યોગ્ય કે ઉચિત સાધના ન કરનાર ભિક્ષને 'પાપ શ્રમણ' કહે છે. શ્રેષ્ઠ શ્રમણનો કે સુવિહિત શ્રમણનો પ્રતિપક્ષી શબ્દ પણ પાપશ્રમણ છે. શ્રમણ બન્યા પછી પણ જે વ્યક્તિ વિચારે કે હવે મારે સ્વાધ્યાયાદિ કોઈ પ્રવૃત્તિ જરૂરી નથી, જ્ઞાનવૃદ્ધિની કે શાસ્ત્રીય અધ્યયનની જરૂર નથી; તપ, જપ, ધ્યાન, અહિંસાદિ વ્રતપાલન કે દશવિધ શ્રમણધર્મના આચરણની પણ અપેક્ષા નથી. આ તેની મોટી ભ્રમણા છે. આ ભ્રમણાનો શિકાર બનેલો સાધક એમ વિચારે કે હું મહાન ગુરુનો શિષ્ય છું. મને સન્માનપૂર્વક ભિક્ષા મળી જાય છે, ધર્મસ્થાન, વસ્ત્ર, પાત્ર કે અન્ય સુખસુવિધાઓ પણ મળે છે. હવે તપ કે અન્ય સાધના કરીને આત્મપીડા આપવાનું શું પ્રયોજન છે? આવા વિવેકહીને શ્રમણને પ્રસ્તુત અધ્યયનમાં 'પાપ શ્રમણ' એટલે ખરાબ શ્રમણ કહ્યા છે.
શ્રમણના બે પ્રકાર છે– (૧) સુવિહિત શ્રેષ્ઠ શ્રમણ અને (૨) પાપશ્રમણ. જે સિંહવૃત્તિથી શ્રમણધર્મને સ્વીકારી સિંહવૃત્તિથી તેનું આચરણ કરે છે, તેને ભગવાન મહાવીરે શ્રેષ્ઠ શ્રમણ કહ્યા છે. તે અહર્નિશ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની સાધનામાં પુરુષાર્થ કરે છે, અપ્રમાદી બની સદા જાગૃત રહે છે, તે નિરતિચાર સંયમ તેમજ મહાવ્રતોનું પાલન કરે છે, સમતા તેના રોમેરોમમાં હોય છે. ક્ષમાદિ દશધર્મનાં પાલનમાં સદા જાગૃત રહે છે. જ્યારે પાપશ્રમણ સિંહવૃત્તિથી શ્રમણધર્મને સ્વીકારી શિયાળવૃત્તિથી પાલન કરે છે, તેની દ્રષ્ટિ માત્ર દેહલક્ષી હોય છે, પરિણામે સવારથી સાંજ સુધી ઈચ્છા પ્રમાણે ખાય, પીએ અને આરામથી સૂવે છે. ચાલવું, બેસવું, ઊઠવું વગેરે ક્રિયામાં તેનો વિવેક હોતો નથી. તેના બધાં કાર્યો અવિવેકમય અને અવ્યવસ્થિત હોય છે. આચાર્ય, ઉપાધ્યાય કે ગુરુના સમજાવવા છતાં સમજવાને બદલે તેમની ભૂલો શોધે છે. તેના પર ગુસ્સો કરે છે. શાસ્ત્રોનું અધ્યયન કરતો નથી, પોતાનો સ્વાર્થ ન સધાતા વગર કારણે ગણને છોડી દે છે, એક ગણથી બીજા ગણમાં જાય છે. સ્વાધ્યાય, ધ્યાન વગેરેથી વિમુખ બની, રસલોલુપી બની, સરસ આહારની શોધમાં ફરતો રહે છે. તે શાંત થયેલા ઝગડાને ઉદ્દિપ્ત કરે છે, તે પાપોથી ડરતો નથી.
પ્રસ્તુત અધ્યયનની ૧ થી ૪ ગાથામાં જ્ઞાનાચારના પ્રમાદ, ૫ મી ગાથામાં દર્શનાચારના પ્રમાદ, ઠી થી ૧૪મી ગાથામાં ચારિત્રાચારના પ્રમાદ, ૧૫ – ૧૬મી ગાથામાં તપાચારના પ્રમાદ અને ૧૭ થી ૧૯મી ગાથામાં વીર્યાચારના પ્રમાદથી પાપશ્રમણ બને છે, તે કથન છે. અંતે ૨૦મી ગાથામાં પાપશ્રમણના નિધજીવનનું અને ૨૧ મી ગાથામાં શ્રેષ્ઠ શ્રમણના વંદનીય જીવનનું દિગ્ગદર્શન કરાવ્યું છે.
આમ પ્રસ્તુત અધ્યયનમાં જૈન દષ્ટિએ શ્રમણ નિગ્રંથ બન્યા પછી કેવી રીતે, કયા કયા કારણે તે