________________
ઘાતીકર્મનો અંત કરવા ઉપાસના દ્વારા શુક્લધ્યાનનો અગ્નિ પ્રજ્વલિત કરી, જ્ઞાતામય ચૈતન્ય ભગવતી શક્તિનું સામર્થ્ય જગાડી, પાંચ સમવાયના સમન્વયથી સ્વરાજ્યનું સ્થાન પ્રાપ્ત કરવા, સ્વ–પરનો ભેદ કરી, પુદ્ગલોનો સંગ છોડી, સ્વમાં સૂત્ર બદ્ધ કરી, આચારને । શુદ્ધ કરી, યથાખ્યાત ચારિત્રમાં પ્રવેશી, ક્ષપકશ્રેણીએ ચઢી, ક્ષીણ મોહ બની, વૈભાવિક ચૈતન્યધારાને ત્રૈકાલિક કેવળ જ્ઞાનમય શુદ્ધ ચિન્મય બનાવે છે અર્થાત્ સહજ સ્વરૂપમાં સમાવે છે.
મને ઓળખી ગયા ને ? હું ઈન્દ્રિયાદિ રૂપે જડ નથી, પણ પ્રાણ સ્વરૂપી અખંડ જીવ દ્રવ્ય આત્મા છું. આ—ગમ લઈ, પરના ગમમાંથી નીકળો અને પરમાગમમય બની જાઓ.
તેવી મંગળ ભાવોભરી ઉષા ઉદિત થઈ સુપ્રભાતનો સુરમ્ય સંદેશો સંભળાવવા મંજુલસ્વરે બોલી "ઊઠો, જાગો મુમુક્ષુઓ !" "પ્રાણ ગુરુ જન્મ શતાબ્દી વર્ષ' દ્વારે આવીને ઊભું રહ્યું છે. સહુ સાથે મળીને આગમનો ગુજરાતી અનુવાદ કરી તેનું અર્ધ્ય ધરો. ભાવ પ્રાણને જાગૃત કરો. અપ્રમત્ત દશામાં વર્તો. આવો સૌભાગ્યશાળી સંકેતનો અદશ્ય, અલૌકિક સ્વર સાંભળીને સતિવૃંદના પ્રાણ જાગૃત થઈ ગયા, ગુરુમય બની ગયા, ધર્મમય બની ગયા.
જેણે વ્યસનીનાં વ્યસન, શિકારીના શિકાર, જુગારીના જુગાર છોડાવી દુર્લભબોધિ જીવોનાં જીવનને આમૂલ પરિવર્તિત કરી સુલભબોધિ બનાવ્યાં હતાં. સાચા શ્રમણ, શ્રમણી, શ્રમણોપાસક, શ્રમણોપાસિકા બને તેવા સુસંસ્કારો રોપ્યા હતા ; ગ્રામાનુગ્રામ વિચરી, અર્હમાં તન્મય બની, પ્રાણમય આગમોનો અમૃત પ્યાલો ઘોળી ઘોળીને દરેકના ઘટ—ઘટમાં ઉતાર્યો હતો, તેવા પ્રાણ ગુરુ પ્રતિ જન જનના અંતરમાં ભક્તિ હતી. તે ભક્તિ અંધ કે સકામ ન રહી જાય તે માટે તદાકાળે જૈનશાળા, સિદ્ધાંતશાળા અને વિદ્યાલયોની સ્થાપના કરી. સમાજનાં જ્ઞાનચક્ષુ ઉઘાડવાં પરમ પુરુષાર્થ કર્યો. વીતરાગ માર્ગના પથિકને વીતરાગી બનાવવા માટે, આગમનાં અદ્ભુત રહસ્યો ઉદ્ઘાટિત કરવાં માટે આગમનો ગુજરાતી અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કાળબળે તે અમર ભાવના પરિપૂર્ણ કરી શક્યા નહીં, આ વાત એકાએક અમારા સ્મૃતિપટ પર ઊભરાઈ આવી, અંતર ભરાઈ ગયું, આંખોમાં હર્ષાશ્રુ ઊભરાયાં.
સર્વ સતિવૃંદ પ્રાણ પટ્ટોધર, સંધસમ્રાટ, આજીવન મૌનવ્રતધારી તપોધની પૂ.
29