________________
| અધ્યયન–૧૩:ચિત્ત-સંભૂતીય
૨૪૧ |
મુનિની ક્ષમા માગી અને પ્રાર્થના કરી કે ભવિષ્યમાં અમો આવી ભૂલ નહીં કરીએ, હે મહાત્મન્ ! આપ નગરજનોને અભયદાન આપો, આમ છતાં સંભૂતિમુનિનો કોપ શાંત ન થયો. ઉધાનમાં રહેલા ચિત્તમુનિને ખબર પડતાં તે પણ ત્યાં આવી પહોંચ્યા અને સંભૂતિમુનિને શાંત કરવા લાગ્યા તથા તેજોવેશ્યાની લબ્ધિને પાછી વાળવા માટે પ્રિય શબ્દોમાં સમજાવ્યા.
સંભૂતિમુનિ શાંત થયા. તેમણે તેજલેશ્યા સમાવી લીધી, અંધકાર નાશ પામ્યો, લોકો પ્રસન્ન થયા. બંને મુનિ ઉદ્યાનમાં પાછા ફર્યા. ચિત્ત અને સંભૂતિ મુનિરાજે વિચાર કર્યો કે આપણે બંનેએ કાયસંલેખના ધારણ કરી છે; તો યાવતુ જીવન અનશન કરવું પણ ઉચિત છે. આ પ્રકારનો વિચાર કરી એ બને અનશનનો પ્રારંભ કર્યો.
ચક્રવર્તી સનસ્કુમારે જાણ્યું કે નમુચિ મંત્રીએ આ બધું કરાયું છે. તેના કારણે નગરજનોને આ ત્રાસ સહન કરવો પડ્યો છે, તેથી તેણે મંત્રીને દોરડાથી બંધાવીને દૂતોની સાથે મુનિરાજ પાસે મોકલવાનો આદેશ આપ્યો. મુનિઓએ જ્યારે તેની આ દયનીય દશા જોઈ ત્યારે ચક્રવર્તીને સમજાવ્યા અને મંત્રીને બંધનમુક્ત કરાવ્યા. મુનિઓના તેજ પ્રતાપથી પ્રભાવિત બની ચક્રવર્તી તેના ચરણોમાં ઝૂકી પડયા. ચક્રવર્તીની રાણી સુનંદાએ પણ ભાવુકતાવશ સંભૂતિમુનિના ચરણોમાં મસ્તક ઝૂકાવ્યું. તેની કોમળ કેશરાશિના સ્પર્શથી મુનિને સુખદ અનુભવ થયો. મનમાં ને મનમાં નિયાણું કરવાનો વિચાર કરવા લાગ્યા. ચિત્તમુનિએ જ્ઞાનબળથી તેના હૃદયના ભાવોને જાણીને તેમને સમજાવ્યા, પણ તેઓ નિયાણું કરવાના વિચારથી પાછા ન ફર્યા. નિદાન કરી જ લીધું – 'જો મારી તપસ્યાનું કંઈ ફળ હોય તો હું તેના પ્રભાવથી આવતા ભવમાં ચક્રવર્તી બનું.'
બંને મુનિઓનું અનશન પૂરું થયું. આયુષ્ય પૂર્ણ કરી બંને સૌધર્મ દેવલોકમાં દેવ થયા. પાંચ જન્મો સુધી સાથે રહીને છઠ્ઠા જન્મમાં બંનેએ અલગ અલગ સ્થાનોમાં જન્મ લીધો. ચિત્તનો જીવ પુરિમતાલનગરમાં એક અત્યંત ધનપતિ નગરશેઠને ત્યાં પુત્રરૂપે જન્મ્યો અને સંભૂતના જીવે કાંપિલ્યનગરમાં બ્રહ્મ રાજાની રાણી ચૂલની કુખે પુત્રરૂપે જન્મ લીધો. બાળકનું નામ 'બ્રહ્મદત્ત' રાખવામાં આવ્યું. આગળ જતાં એ જ બાળક બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા.
એક દિવસ બ્રહ્મદત્ત ચક્રવર્તી નાટક જોઈ રહ્યા હતા. નાટક જોતાં તેના મનમાં એક વિકલ્પ ઉત્પન્ન થયો કે આવું નાટક મેં પહેલાં ક્યાંક જોયું છે. એવી વિચારણા કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, જેનાથી તેણે સ્પષ્ટ જાણી લીધું કે આવું નાટક મેં પ્રથમ દેવલોકના પયગુલ્મ વિમાનમાં જોયું હતું. પાંચ જન્મના સાથી ચિત્તે આ છઠ્ઠા ભવમાં પૃથક સ્થાને જન્મ લીધો છે, આ જાણી રાજા શોકમગ્ન બની ગયા અને મૂચ્છિત થઈને ભૂમિ ઉપર પડી ગયા. ઉપચારથી રાજા ભાનમાં આવ્યા. પૂર્વજન્મના ભાઇની શોધ માટે મહામાત્ય-મંત્રી વરધનુ સાથે ચર્ચા થતાં ચક્રવર્તીએ નિમ્નોક્ત શ્લોકાર્ધ તૈયાર કર્યો
'आस्व दासौ मृगौ हंसौ, मातंगावमरो तथा।' આ શ્લોકાર્ધને જોડી આપનારને માટે તેણે જાહેરાત કરી કે જે ઉત્તરાર્ધપૂર્તિ કરી આપશે, તેને અર્ધ