________________
અધ્યયન-૧૦: ધ્રુમપત્રક
૧૮૩
વિદુગાદિ - આત્માથી દૂર કરો.
ભાવાર્થ :- આ અલ્પકાલીન આયુષ્યમાં પણ જીવન અનેક વિદ્ગોથી યુક્ત છે માટે પૂર્વબદ્ધ કર્મરજને આત્માથી દૂર કરો અર્થાત તેનો ક્ષય કરો. આમ કરવામાં હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં મનુષ્ય જીવનની અસ્થિરતા બે ઉપમાઓથી સૂચિત કરી છે, (૧) વૃક્ષના પીળા પાંદડાંથી. (૨) કુશાગ્ર ઝાકળ બિંદુથી. પ્રથમ ગાથામાં જીવનની અસ્થિરતાને પાકેલાં પીળાં થયેલાં પાંદડાં સાથે સરખાવવામાં આવી છે.
જેમ પાકી ગયેલાં પાંદડાં એક દિવસ વૃક્ષ ઉપરથી ખરી જાય છે તેમ મનુષ્યનું આયુષ્ય પણ ક્ષીણ થઈ જાય છે. છાસ્થજીવોને ખ્યાલ આવતો નથી કે આયુષ્ય કયારે પૂર્ણ થઈ જવાનું છે, માટે એક ક્ષણ પણ પ્રમાદ કરવો જોઈએ નહીં.
દ્વિતીય ગાથામાં ડાભના અગ્રભાગ ઉપર રહેલા ઝાકળબિંદુની ક્ષણિકતા સાથે મનુષ્ય જીવનની અસ્થિરતાની તુલના કરી છે. રાણા (રાત્રિગણના) - દિવસ વિના રાત્રિ થતી નથી, તેથી રાફડાના શબ્દથી રાત્રિ અને દિવસ બંનેનું ગ્રહણ થાય છે.
ફરિયમ આ૩પ - આયુષ્ય બે પ્રકારનાં છે – (૧) નિરુ૫કમ-વચ્ચે ન તૂટનારું, સમયે જ પૂર્ણ થનારું. આ નિરુપક્રમ આયુષ્ય ભલે વચ્ચે ન તૂટે તો પણ તે આયુષ્ય અલ્પ સમયનું પણ હોય છે. (૨) સોપક્રમ – વિષ આદિ પ્રયોગથી વચ્ચે તૂટનારું આયુષ્ય. આ બંને પ્રકારનાં સ્વલ્પકાલીન આયુષ્ય પણ રોગ, શોક, જળ, વિષ, અગ્નિ વગેરે અનેક સંકટો કે વિનોથી યુક્ત હોય છે. આ જાણીને મળેલા મનુષ્ય જીવનથી ધર્મારાધના દ્વારા કર્મ ક્ષય કરવામાં પ્રમાદ કરવો જોઈએ નહીં.
મનુષ્યજન્મની દુર્લભતા :__दुल्लहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्वपाणिणं ।
गाढा य विवाग कम्मुणो, समयं गोयम मा पमायए ॥४॥ શબ્દાર્થ :- વિર વાળ વિ. સુદીર્ઘ કાળમાં પણ, સવ્વપાળ- બધાં પ્રાણીઓને માટે, માપુણે - મનુષ્યનો, પવે - ભવ, હg - ચોક્કસપણે, કુદે દુર્લભ છે, મુ. કર્મોનાં, વિવાન - વિપાક, માઠા ય- અત્યંત ગાઢ હોય છે.
ભાવાર્થ :- કર્મોના ગાઢ ઉદયને લીધે તમામ પ્રાણીઓને ચિરકાળ સુધી મનુષ્ય ભવની પ્રાપ્તિ થવી, અતિ દુર્લભ છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.