________________
શુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) શ્રી માતુશ્રી ચંપાબેન શશીકાંતભાઈ મહેતા
સંપત્તિની પ્રાપ્તિ પુણ્યને આધીન છે. પ્રાપ્ત થયેલી સંપત્તિને સન્માર્ગે વાપરવી તે પુણ્યાનુબંધી પુણ્યને આધીન છે. પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય માનવ જીવનને સફળ બનાવવામાં સહાયક બને છે.
કચ્છભુજ નાની પક્ષના પ્રાતઃસ્મરણીય સ્વ. પૂ. ડાહીબાઈ મહાસતીજી (પડદાદી)ની સંસ્કાર પરંપરાથી સંસ્કારિત થયેલા સ્વ. પિતાશ્રી શશીકાંતભાઈ સુંદરજી મહેતા કચ્છ ભુજના વતની હતા. તેઓશ્રી પવિત્ર વિચારક; સમતા, સૌમ્યતા અને સાદાઈની સાક્ષાતુમૂર્તિ હતા. દઢ મનો- બળ, આત્મવિશ્વાસ અને અવિચલશ્રદ્ધાથી જીવનના કેટલાય કાર્યોને તેમણે પાર પાડ્યા હતા. નીતિમત્તા, પ્રામાણિકતા અને નિરભિમાનતા જેવા ગુણો જ તેમના જીવનની સુવાસ હતી. ધર્મપત્ની ચંપાબેન પણ ધર્મ-કર્મના સિદ્ધાંતને સમજેલા, પતિના પગલે-પગલે ચાલનારા આર્ય સન્નારી હતા. તેઓએ પોતાના જીવનમાં ગૃહસ્થ જીવનની સાધના સાથે સંતાનોમાં સંસ્કારોનું સિંચન કર્યું હતું. તેના પરિણામ સ્વરૂપે સુપુત્રી શ્રી કિરીટભાઈ તથા અરૂણાબેન, શ્રી અજયભાઈ તથા નીતાબહેન, શ્રી કમલેશભાઈ તથા દિવ્યાબહેન તેમજ સુપુત્રી નીરૂબહેન તથા નિરંજનભાઈ આજે લક્ષ્મીને પવિત્ર બનાવી રહ્યા છે. ત્રણ સુપુત્રો દાદી શ્રી કંકુબેન સુંદરજી મહેતાના નામનું ચેરીટેબલ ટ્રસ્ટ બનાવી ઘાટકોપર વિસ્તારમાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને વૈદ્યકીય વગેરે અનેક ક્ષેત્રે અનેરું યોગદાન આપી રહ્યા છે. શ્રી કિરીટભાઈ ઘાટકોપર હિંગવાલાલેન તથા સ્વાધ્યાય સંઘના ઉપાશ્રયમાં, નીરૂબેન રાજકોટ–સદર ઉપાશ્રયના સ્તંભ બનીને ધર્મારાધનાની અનુમોદના કરતાં દ્રવ્યનો સદુપયોગ કરી રહ્યા છે.
પડદાદા શ્રી દામજી લક્ષ્મીચંદ મહેતાએ બનાવેલા મુંબઈ નગરીના સર્વપ્રથમ ચીચપોકલીના ધર્મસ્થાનકમાં ટ્રસ્ટી તરીકે શ્રી કિરીટભાઈ આજે પણ સેવા આપી રહ્યા છે.
સદર ઉપાશ્રયે પૂ. ગુલાબબાઈ મ.ના સાંનિધ્યે ચાતુર્માસ બિરાજીત પૂ.મુક્ત લીલમગુરુણીના સુશિષ્યા પૂ. વિરમતિબાઈ મ.ના સદુપદેશથી ઉમદા દિલવાન શ્રીમતિ નીરૂબેનને આગમ પ્રકાશનમાં યત્કિંચિત્ લાભ લેવાની ભાવના જાગૃત થઈ. તેણે ત્રણે ભાઈઓને આ મહાલાભના સહભાગી બનાવ્યા અને આજે તેઓશ્રી ભગવતી સૂત્ર ભાગ–પના શ્રુતાધારનો લાભ લઈ રહ્યા છે. શ્રી કિરીટભાઈ વગેરે સર્વ પરિવારજનોની ધર્મભાવનાને અમે વધાવીએ છીએ. જૈન સમાજને પ્રતિદિન આપનો વિશેષ લાભ મળતો રહે તેવી શુભેચ્છા સહ.
ગુરપ્રાણ પ્રકાશન
PARASDHAM