________________
અધ્યયન-૨:પરીષહ
વિષયમાં, પુ - પૂછવામાં આવતાં, ઉનાળામાં સારી રીતે જવાબ આપી શકતો નથી.
ભાવાર્થ :- મેં ખરેખર પૂર્વકાળમાં અજ્ઞાનરૂપી ફળ આપનારા કર્મો કર્યા છે. જેના કારણે હું કોઈના દ્વારા કોઈ પણ વિષયમાં પૂછવામાં આવે, ત્યારે કોઈ પણ જવાબ આપવા શક્તિમાન થતો નથી. ४१ अह पच्छा उइज्जति, कम्मा णाणफला कडा ।
एवमस्सासि अप्पाण, णच्चा कम्मविवागय ॥४१॥ શબ્દાર્થ :- અપચ્છ-હવે પછી, ડા-કરેલાં, ક્ષયોપશમ થયેલાં, નાણપતા - જ્ઞાન ફળદાયી, વન્મ-કર્મોનો, ડફન્નતિ-સંયોગ થશે જ, પડ્યું. આ રીતે, અનિવાર્ય- કર્મવિપાકને, નવા - જાણી, વિચારીને, અખા- આત્માને, અતિ - આશ્વત કરે, આશાવાદી રહી પુરુષાર્થ કરે.
ભાવાર્થ :- હવે પછી સંયમ - તપમાં અને જ્ઞાનમાં પુરુષાર્થ કરવાથી જ્ઞાનફળ આપનાર કર્મક્ષયોપશમરૂપે પ્રગટ થશે જ. આ પ્રકારે કર્મના ઉદય અને ક્ષયોપશમનાં પરિણામોને જાણી મુનિ પોતાના આત્માને આશ્વાસન આપે અને ખેદ ન કરે.
વિવેચન :
પ્રજ્ઞા પરીષહ મતિ અને શ્રત જ્ઞાનના અલ્પ ક્ષયોપશમ તેમજ ઉદયની પ્રબળતાને કારણે ઉપસ્થિત થાય છે. તે સમયે મુનિ વૈર્ય ધારણ કરી આશાવાદી રહે, ઉદ્વેગ ન કરે. ઉત્પન્ન થયેલા ખેદને દૂર કરવા માટે તે વિચાર કરે કે પુરુષાર્થ કરતાં કરતાં ભવિષ્યમાં કયારેક કર્મો હળવાં થતાં શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થશે અને મતિજ્ઞાન નિર્મળ થશે, એવું સમાધાન કરીને તે ખેદથી ખિન્ન થાય નહિ અને મળેલાં જ્ઞાનમાં પ્રસન્નતા કેળવી આગળ વધવા માટે પુરુષાર્થશીલ બને. ભગવતી સુત્ર શ.૮ ૧.૯ અનુસાર પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણીય – કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. જે આ બંને માથામાં વર્ણિત ભાવોની પુષ્ટિ કરે છે.
આ બંને ગાથાઓથી આ અર્થ સ્પષ્ટ હોવા છતાં પણ ઘણા વિદ્વાનો આ પરીષહને માન મોહનીયના ઉદયથી નિષ્પન્ન માને છે, પરંતુ તે વાસ્તવમાં પરીષહરૂપ થતો નથી અને કદાચ હોય તો પણ અનુકૂળ પરીષહ રૂપ હોય છે. જ્યારે, આ પ્રજ્ઞા પરીષહની પ્રતિકુળ પરીષહમાં ગણના થઈ છે.
સારાંશ એ છે કે આ પ્રજ્ઞા પરીષહ મતિ, શ્રત જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે અને અજ્ઞાન પરીષહ અવધિ, મન:પર્યવ અને કેવળ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે. (૨૧) અજ્ઞાન પરીષહ :४२ णिरटुगम्मि विरओ, मेहुणाओ सुसंवुडो ।
__ जो सक्खं णाभिजाणामि, धम्मं कल्लाण पावगं ॥४२॥ શબ્દાર્થ :- નો - જે હું હજી સુધી, સરપં- સાક્ષાત્ જ્ઞાનથી, સ્પષ્ટ રૂપથી, પ્રત્યક્ષ જ્ઞાનથી,