SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ वृष्शिदृशा वर्ग-५ : अध्य. -१ પ્રથમ ગણધર વરદત્ત નામના અણગાર હતા. તેઓએ નિષધ અણગારના ભૂત ભવિષ્ય સંબંધી પૃચ્છા કરી છે અને અરિષ્ટનેમિ પ્રભુએ તેના પૂર્વભવનું અને ભાવીનું કથન કર્યું છે. ૧૫૯ નિષધ અણગારનું મુક્તિગમન : २५ से णं भंते ! णिसढे देवे ताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं अणंतरं चयं चइत्ता कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ ? वरदत्ता ! इहेव जंबुद्दीवे दीवे महाविदेहे वासे उण्णाए नगरे विसुद्धपिइवंसे रायकुले पुत्तत्ताए पच्चायाहिइ । तए णं से उम्मुक्कबालभावे विण्णायपरिणयमेत्ते जोव्वणगमणुप्पत्ते तहारूवाणं थेराणं अंतिए केवलबोहिं बुज्झित्ता अगाराओ अणगारियं पव्वज्जिहि । से णं तत्थ अणगारे भविस्सइ इरियासमिए जाव गुत्तबम्भयारी । से णं तत्थं बहूइं चउत्थछट्ठट्ठमदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं विचितेहि तवो– कम्मेहिं अप्पाणं भावेमाणे बहूइं वासाइं सामण्णपरियागं पाउणिस्सइ, पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसिहिइ, झूसिता सट्ठ भत्ताइं अणसणाए छेदिहिइ, जस्सट्ठाए कीरइ णग्गभावे मुंडभावे अण्हाणए अदंतवणए अच्छत्तए अणोवाहणाए फलहसेज्जा कट्ठसेज्जा केसलोए बंभचेरवासे परघरपवेसे पिंडवाओ लगावलद्धे उच्चावया य गामकण्टगा अहियासिज्जइ, तमट्ठ आराहिइ आराहित्ता चरिमेहिं उस्सासणिस्सासेहिं सिज्झिहिइ जाव सव्वदुक्खाणं अंतं काहिइ । ભાવાર્થ :- હે ભગવન્ ! તે નિષધદેવ તે સર્વાર્થસિદ્ધ દેવલોકના આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી ત્યાંથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે વરદત્ત ! આ જંબુદ્રીપ નામના દ્વીપના મહાવિદેહ ક્ષેત્રના ઉન્નાક નગરમાં વિશુદ્ધ પિતૃવંશ– વાળા રાજકુળમાં પુત્રરૂપે જન્મ લેશે. તે બાળક બાલ્યકાળ વ્યતીત થયા પછી વિષય સુખના પરિજ્ઞાન– વાળી યૌવનઅવસ્થાને પ્રાપ્ત કરી, તથારૂપ સ્થવિરો પાસે કેવલબોધિ–ધર્મના બોધને પ્રાપ્ત કરી, ગૃહત્યાગ કરી, પ્રવ્રજ્યા અંગીકાર કરશે. તે ઈર્યાસમિતિથી યુક્ત યાવત્ ગુપ્તબ્રહ્મચારી અણગાર થશે. તે ઘણાં ઉપવાસ, છઠ, અક્રમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસ ખમણ, અર્ધ માસખમણરૂપ વિવિધ તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતાં અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરશે. શ્રમણ પર્યાયનું પાલન કરીને માસિક સંલેખનાથી આત્માને શુદ્ધ કરશે, સાઠ ભક્તનો અનશન દ્વારા ત્યાગ કરશે અને જે લક્ષ્યથી નગ્નભાવ, મુંડભાવ, સ્નાન ત્યાગ, દંત ધોવન ત્યાગ, છત્રત્યાગ, પગરખાનો ત્યાગ કર્યો હતો, તેમજ ફલક શય્યા—પાટ પર શયન, કાષ્ટ શય્યા—લાકડા, ઘાસ આદિ પર સૂવું—બેસવું, કેશલોચ કરવો, બ્રહ્મચર્ય પાળવું, ભિક્ષાચર્યા માટે ઘેર ઘેર જવું, ભિક્ષાગ્રહણમાં લાભ અને અલાભ અને ઈન્દ્રિયોના અનુકૂળ પ્રતિકૂળ
SR No.008777
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages228
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy