________________
[ ૧૫૬]
શ્રી નિરયાવલિકા સૂત્ર
हंता, पभू । सेवं भंते ! सेवं भंते ! त्ति वरदत्ते अणगारे जाव अप्पाणं भावेमाणे विहरइ ।
तए णं अरहा अरि?णेमी अण्णया कयाइ बारवईओ णयरीओ जाव बहिया जणवयविहारं विहरइ । णिसढे कुमारे समणोवासए जाए अभिगयजीवाजीवे जाव विहरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું આ નિષધકુમાર આપની પાસે પ્રવ્રજિત થશે?
ઉત્તર- હા વરદત્ત ! તે પ્રવ્રજિત થશે. હે ભગવન! આપ કહો છો તેમ જ છે. આપ કહો છો તેમ જ છે એ પ્રમાણે કહીને વરદત્ત અણગાર આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
ત્યાર પછી કોઈ એક સમયે અરિહંત અરિષ્ટનેમિ દ્વારકા નગરીમાંથી નીકળી વાવત બહારના જનપદમાં અર્થાતુ અન્ય ક્ષેત્રોમાં વિચરવા લાગ્યા. તે નિષધકુમાર જીવાજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા વગેરે ગુણોથી સંપન્ન શ્રમણોપાસક બની યાવતુ સુખપૂર્વક રહેવા લાગ્યા. નિષધકુમારના મનોરથ :|२१ तए णं से णिसढे कुमारे अण्णया कयाइ जेणेव पोसहसाला तेणेव उवागच्छइ उवागच्छित्ता जाव दब्भसंथारोवगए विहरइ । तए णं तस्स णिसढस्स कुमारस्स पुव्वरत्तावरत्तकालसमयंसि धम्मजागरियं जागरमाणस्स इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था-धण्णा णं ते गामागर जाव सण्णिवेसा जत्थ णं अरहा अरिटुणेमी विहरइ । धण्णा णं ते राईसर जावसत्थवाहप्पभिईओजेणं अरिटुणेमि वंदति णमंसंति जावपज्जुवासंति । जइणं अरहा अरिझुणेमी पुव्वाणुपुट्विंचरमाणे जावइह णंदणवणे विहरेज्जा, तए णं अहं अरहं अरिष्टुणेमिं वंदिज्जा जाव पज्जुवासिज्जा। ભાવાર્થ :- એકદા તે નિષધકમાર જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા. આવીને ત્યાં દાભનો સંસ્મારક પાથરી તેના પર બેસી પૌષધવ્રત ગ્રહણ કરીને ધર્મ ધ્યાન કરતાં વિચારવા લાગ્યા. પાછલી રાત્રીએ ધર્મ જાગરણ કરતાં તેને આ પ્રકારનો વિચાર આવ્યો કે તે ગામ, સન્નિવેશ આદિના નિવાસીઓને ધન્ય છે, જ્યાં અરિહંત અરિષ્ટનેમિ ભગવાન વિચરે છે, તેમજ તે રાજા, ઈશ્વર, (રાજકુમાર, યુવરાજ) યાવતુ સાર્થવાહ આદિને પણ ધન્ય છે કે જે અરિષ્ટનેમિ ભગવાનને વંદન નમસ્કાર કરે છે યાવત્ પ્રભુની પર્યાપાસના કરે છે. જો અરિહંત અરિષ્ટનેમિ ભગવાન અનુક્રમે વિહાર કરતાં, ગ્રામાનુગ્રામ વિચરતાં, સુખપૂર્વક વિચરતાં અહીં નંદનવનમાં પધારે તો હું તે અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદન, નમસ્કાર કરીશ અને તેમની પર્યાપાસના કરીશ.