SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ] શ્રી નિરયાવલિકા સૂત્ર देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं कप्पेह हयगयरहपवर जावपच्चप्पिणंति । ભાવાર્થ :- સમયે કૃષ્ણવાસુદેવે પોતાના સેવક પુરુષને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય શીવ્ર અભિષિક્ત હસ્તી રત્નને વિભૂષિત કરો અને ઘોડા, હાથી, રથ અને સૈનિકો સહિત ચતુરંગિણી સેનાને સુસજ્જિત કરો યાવત્ સેવક પુરુષે સર્વ તૈયારી કરીને સૂચના આપી. १२ तए णं से कण्हे वासुदेवे जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ जाव मज्जणघराओ पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जाव गयवई णरवई दुरूढे । अट्ठट्ठ मंगलगा जहा कूणिए जाव सेयवरचामरेहिं उद्धव्वमाणेहिं उद्धव्वमाणेहिं समुद्दविजयपामोक्खेहिं दसहिं दसारेहिं जाव सत्थवाहप्पभिईहिं सद्धिं संपरिवुडे सव्विड्डीए जाव रवेणं बारवई णयरिं मज्झमज्झेणं, सेसं जहा कूणिओ जाव पज्जुवासइ । ભાવાર્થ :- સમયે કૃષ્ણવાસુદેવે સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો યાવતું સ્નાન કરીને, વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ, સ્નાનગૃહથી બહાર નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળા પાસે આવ્યા યાવત અભિષિક્ત હસ્તી રત્ન ઉપર રાજા આરૂઢ થયા. ત્યાંથી પ્રસ્થાન કરતાં તેની આગળ આઠ-આઠ મંગલ રાખવામાં આવ્યાં અને કોણિક રાજાની જેમ ઉત્તમ શ્રેષ્ઠ ચામરોથી વીંઝાતાં, સમુદ્રવિજય આદિ દશ દશાઈ થાવત્ સાર્થવાહ આદિની સાથે સંપૂર્ણ ઋદ્ધિ સહિત વાજિંત્રોના નાદ સાથે દ્વારિકાનગરીના મધ્યભાગમાંથી નીકળ્યા ઈત્યાદિ વર્ણન કોણિકની જેમ સમજી લેવું જોઈએ યાવતું પર્યાપાસના કરવા લાગ્યા. વિવેચન : શ્વાનં વાર - સર્વ અલંકાર. અલંકાર-શણગાર ચાર પ્રકારના છે– (૧) કેશાલંકાર (૨) માળાલંકાર, (૩) વસ્ત્રાલંકાર (૪) આભરણાલંકાર. નિષદકુમારનું દર્શનાર્થ ગમન :१३ तए णं तस्स णिसहस्स कुमारस्स उप्पि पासायवरगयस्स तं महया जणसदं सोच्चा जहा जमाली जाव धम्म सोच्चा णिसम्म वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं, एवं जहा चित्तो जाव सावगधम्म पडिवज्जइ, पडिवज्जित्ता पडिगए । ભાવાર્થ :- સમયે શ્રેષ્ઠ મહેલમાં રહેલા નિષધકુમાર મનુષ્યોનો કોલાહલ સાંભળી વાવ જમાલીની જેમ ઋદ્ધિ-વૈભવ સહિત મહેલમાંથી નીકળી ભગવાનના સમોસરણમાં ગયા યાવત્ ધર્મદેશના સાંભળી, હૃદયમાં ધારણ કરી, ભગવાનને વંદન-નમસ્કાર કર્યા; વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે
SR No.008777
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages228
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy