________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૪ .
[૧૧૭]
સંલાપ વ્યવહાર કરતી હતી; તે આજે મારો નથી તો આદર કરતી કે નથી મારી સાથે પ્રેમથી બોલતી. તેથી કાલે પ્રાતઃકાલે સૂર્યોદય થવા પર સુવ્રતા આર્યા પાસેથી નીકળીને પૃથક સ્થાન ગ્રહણ કરીને વિચરું, જુદા ઉપાશ્રયમાં રહું, તે મારા માટે યોગ્ય છે. તેણે આ પ્રકારનો સંકલ્પ કર્યો, સંકલ્પ કરીને બીજે દિવસે સૂર્યોદય થતાં તે સુવ્રતા આર્યાને છોડીને નીકળી ગઈ અને અલગ ઉપાશ્રયમાં જઈને એકલી જ રહેવા લાગી.
ત્યાર પછી તે સુભદ્રા આર્યા, ગુણી આદિનો અંકુશ ન રહેવાથી, નિરકુંશ અને રોકટોક વિના સ્વેચ્છાચારી થઈને ગૃહસ્થનાં બાળકોમાં આસક્ત—અનુરક્ત થઈને યાવત પોતાની પુત્ર-પૌત્ર આદિની લાલસા પૂર્તિનો અનુભવ કરતી રહેવા લાગી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સુભદ્રા સાધ્વીજીની સ્વચ્છેદ વૃત્તિ અને તેનું પરિણામ દર્શાવ્યું છે. સંયમી જીવનમાં પણ પોતાની ઈચ્છા તૃપ્તિમાં અન્ય વ્યક્તિ બાધકરૂપ લાગી ત્યારે તેણે એકાંતનો આશ્રય લઈ પોતાની દુવૃત્તિનું પોષણ કર્યું.
સંયોગોનું સર્જન થતાં વ્યક્તિના બાહ્ય જીવનનું પરિવર્તન થાય પરંતુ સંસ્કાર પરંપરાનો જ્યાં સુધી પૂર્ણરૂપે અંત આવતો નથી ત્યાં સુધી તે પ્રવૃત્તિઓ ફરીથી ક્યારેક ચાલુ થઈ જાય છે. સુભદ્રા આર્યાની સંલેખના સાથે દેવગતિ :२४ तए णं सा सुभद्दा अज्जा पासत्था पासत्थविहारी, ओसण्णा ओसण्णविहारी, कुसीला कुसीलविहारी, संसत्ता संसत्तविहारी, अहाछंदा अहाछंदविहारी, बहूई वासाइ सामण्णपरियागं पाउणई, पाउणित्ता अद्धमासियाए सलेहणाए अत्ताण झूसेइ झूसित्ता तीसं भत्ताइ अणसणेणं छेदित्ता, तस्स ठाणस्स अणालोइय अपडिकता कालमासे कालं किच्चा सोहम्मे कप्पे बहुपुत्तियाविमाणे उववायसभाए देवसयणिज्जंसि देवदूसंतरियाए अंगुलस्स असंखेज्जइभागमेत्ताए ओगाहणाए बहुपुत्तियदेवित्ताए उववण्णा ।
तए णं सा बहुपुत्तिया देवी अहुणोववण्णमेत्ता समाणी पंचविहाए पज्जत्तीए जाव भासमणपज्जत्तीए । एवं खलु गोयमा ! बहुपुत्तियाए देवीए सा दिव्वा देविड्डी जाव अभिसमण्णागया । ભાવાર્થ :- ત્યાર પછી તે સુભદ્રા આર્યા પાસત્થા, પાસસ્થવિહારી (શિથિલાચારી), અવન, અવસગ્ન- વિહારી(ખંડિતવ્રતવાળી), કુશીલ, કુશલવિહારી(આચાર ભ્રષ્ટ), સંસક્ત, સંસક્તવિહારી (ગૃહસ્થો સાથે સંપર્ક રાખનારી) અને સ્વચ્છંદ, સ્વચ્છંદવિહારી(નિરકંશ) થઈ ગઈ. તેણે ઘણાં વર્ષો સુધી