________________
|
શ્રી નિરયાવલિકા સૂત્ર
बंधइ, बंधित्ता तुसीणीए संचिट्ठइ ।
तए णं तस्स सोमिलमाणहस्स पुव्वरत्तावरत्तकाले एगे देवे अंतियं पाउब्भूए । तए णं से देवे अंतलिक्खपडिवण्णे सोमिलमाहणं एवं वयासी- हंभो सोमिला ! पव्वइया दुप्पव्वइयं ते । तएणं से सोमिले जावतुसिणीए संचिट्ठइ । तए णं से देवे सोमिलं माहणं दोच्चं पि तच्चं पि एवं वयइ-हभो सोमिला ! पव्वइया दुप्पव्वइयं ते । तए णं से सोमिले तेणं देवेणं दोच्चं पि तच्चं पि एवं वुत्ते समाणे तं देवं एवं वयासी- कहं णं देवाणुप्पिया ! मम दुप्पव्वइयं? ભાવાર્થ :- ત્યાર પછી તે સોમિલ બ્રહ્મર્ષિ પાંચમા દિવસના ત્રીજા પ્રહરમાં જ્યાં ઉંબરાનું વૃક્ષ હતું ત્યાં આવ્યો. તે ઉંબરાના વૃક્ષની નીચે કાવડ રાખી વાવ, કાષ્ઠમુદ્રાથી મુખ બાંધ્યું અને મૌન થઈને બેસી ગયો.
ત્યાર પછી મધ્યરાત્રિમાં પુનઃ સોમિલ બ્રાહ્મણની સમક્ષ એક દેવ પ્રગટ થયો અને તેણે આકાશમાં રહીને જ સોમિલ બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું– સોમિલ ! તમારી આ પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા છે. તે દેવની વાણી સાંભળીને સોમિલ મૌન રહ્યો. ત્યાર પછી દેવે બીજી અને ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું– હે સોમિલ! તમારી આ પ્રવજ્યા દુષ્પવ્રજ્યા છે. દેવે બીજી, ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું, ત્યારે સોમિલે દેવને પૂછ્યું- હે દેવાનુપ્રિય! મારી પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા કેમ છે? |२२ तए णं से देवे सोमिलं माहणं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! तुमं पासस्स अरहओ पुरिसादाणीयस्स अंतियं पंचाणुव्वए सत्तसिक्खावए दुवालसविहे सावगधम्मे पडिवण्णे । तए णं तव अण्णया कयाई असाहुदंसणेणं जाव पुव्वरत्ता- वरत्तकालसमयंसि कुडुंबजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झथिए एवं पुव्व- चिंतियं देवो उच्चारेइ जावजेणेव असोगवरपायवे तेणेव उवागच्छसि, उवागच्छित्ता किढिणसंकाइयं ठवेइ जाव तुसिणीए संचिट्ठसि । तए णं अहं पुव्वरत्तावरत्तकाले तव अंतियं पाउब्भवामि, हंभो सोमिला ! पव्वइया दुप्पवइयं ते, तह चेव देवो णियवयणं भणइ जाव पंचमदिवसम्मि पच्छावरण्हकालसमयंसि जेणेव उंबरपायवे, तेणेव उवागए किढिणसंकाइयं ठवेसि वेई वड्डेसि, उवलेवणं सम्मज्जणं करेसि, करेत्ता कट्ठमुद्दाए मुहं बंधेसि, बंधित्ता तुसिणीए संचिट्ठसि । तं एवं खलु देवाणुप्पिया! तव दुप्पव्वइयं । ભાવાર્થ - ત્યારે તે દેવે સોમિલને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે પહેલાં પુરુષાદાનીય પાર્શ્વનાથ અરિહંત પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કર્યો